પાઉં બ્રેડ

સામગ્રીઃ મેંદો ૨૫૦ ગ્રામ, તેલ અથવા ઘી ૨ ચમચી, યીસ્ટ ૨ ચમચી, ખાંડ ૨ ચમચી, મીઠું જરૂર પ્રમાણે, દૂધ અડધો કપ

રીતઃ સૌપ્રથમ દૂધમાં યીસ્ટ નાખી સારી રીતે મિક્સ કરી ખાંડ ઉમેરીને ૧૦ મિનિટ ઢાંકી રાખવું. તેમાં હૂંફાળું પાણી ઉમેરો. એક મોટા બાઉલમાં મેંદો લઈ તેમાં ઘીનું મોણ ઉમેરી તેમાં યીસ્ટવાળું દૂધ ઉમેરીને લોટ બાંધી લો. લોટને ૫થી ૧૦ મિનિટ મસળવો. હાથમાં લોટ ચોંટવાનું બંધ થઈ જાય પછી એક તપેલામાં લોટને ઢાંકીને ગરમ જગ્યાએ રાખી દો.

૩ કલાક પછી આ લોટ બમણો થઈ જશે. તેને ફરીથી મસળો અને એકસરખા ૮ ભાગ કરી લો. આ લૂઆ પર તેલવાળો હાથ લગાવી અને બેકિંગ ટ્રેમાં ગોઠવો. લૂઆ વચ્ચે થોડીથોડી જગ્યા રહે તે જોવું. બેકિંગ ટ્રેમાં ૧ કલાક તેને સેટ થવા દો. ઑવનને ૨૧૦ સેન્ટીગ્રેડ પર ગરમ કરી લો. પાઉં બેક કરવા માટે ૨૦૦ સેન્ટીગ્રેડ પર ૨૦ મિનિટ સેટ કરો અને પાઉંને બેક કરવા મૂકો. ૨૦ મિનિટ પછી તે ગરમ હોય ત્યારે જ તેના પર માખણ લગાવી દો. તૈયાર છે હોમમેડ પાઉં.

You might also like