એક વાર ટ્રાય કરો બટાકાની ખીર

સામગ્રી

5 બટાકા બાફેલા

1 લીટર દૂધ

100 ગ્રામ ખાંડ

1 ચમચી બદામ, કાજુ, પિસ્તા

ચપટી ઇલાયચી

બનાવવાની રીતઃ મધ્યમ આંચ પર એક કડાઇ ગરમ થવા માટે રાખો. ત્યાર બાદ તેમાં ઘી ગરમ કરી બટાકા મેશ કરીને રાખી દો. ધ્યાન રાખો કે બટાકા વધારે ચીપચીપા ન થઇ જાય. બ્રાઉન કલરના બટાકા થાય ત્યાં સુધી શેકો. ત્યાર બાદ તેમાં દૂધ એડ કરીને 10 મિનીટ માટે તેને ચડવા દો. હવે તેમાં ખાંડ, ઇલાયચી અને સૂકા મેવા એડ કરીને 10 મિનિટ સુધી ચડવા દો. નિશ્ચિત સમય બાદ ગેસ પરથી ખીરને ઉતારી ઠંડી થવા દો. સૂક્કા મેવાથી ખીરને સજાવીને સર્વ કરો.

http://sambhaavnews.com/

 

You might also like