બટાકાના ગુલાબજાંબુ

રસોઇમાં બાળકોની પસંદની અને તમને પણ ભાવે તેવી વાનગીઓ ઇચ્છો છો તો તમે આ વાનગીઓ ગમે ત્યારે કોઇપણ મેનૂમાં સેટ કરીને બનાવી શકો છો.
સામગ્રી:
 5 બાફેલા બટાકા
50 ગ્રામ આરાલોટ
સો ગ્રામ માવો
અડધી ચમચી એલચી પાવડર
અડધી વાટકી ખાંડ
બે મોટા ચમચા ગુલાબ કે કેવડાનું પાણી
તળવા માટે તેલ કે ઘી

બનાવવાની રીત: બાફેલા અને છોલેલા બટાકાને સારી રીતે હાથથી મસળી લો. આરાલોટ, માવો વગેરેને સારી રીતે મિક્સ કરી લો અને બાંધો. નાના લૂઆ બનાવો. હવે એક વાસણમાં ખાંડને પાણી સાથે મિક્સ કરીને ગરમ કરો અને એકતારી ચાસણી કરો. તેમાં એલચી મિક્સ કરો. કડાહીમાં તેલ ગરમ કરો અને સાથે બટાકાના ગોળા લાલ થાય ત્યાં સુધી તેને તળો. તૈયાર ગરમ ગોળાને ચાસણીમાં નાંખો. તે ઠંડા થાય અને થોડા ફૂલી જાય ત્યારે તને બહાર કાઢી લો અને ઠંડા કરવા મૂકો. ગરમ કે ઠંડા તમે તમારી ઇચ્છાનુસાર પીરસી શકો છો. તૈયાર છે તમારા બ્રેડ ગુલાબજાંબુ.
You might also like