મુંબઇ બ્લાસ્ટ: POTA કોર્ટે 10માંથી 3 દોષીઓને સંભળાવી ઉંમરકેદની સજા

મુંબઇ: સ્પેશિયલ પોટા કોર્ટે 2002-03 બોમ્બ બ્લાસ્ટના 10 દોષીઓને સજા સંભળાવી છે. બ્લાસ્ટના મુખ્ય દોષી મુજમ્મિલ અંસારીને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત વાહિદ અંસારી અને ફરહાન ખોટને મળી છે.

બાકી આરોપીઓને જે સભા ફટકારવમાં આવી છે, તે તેનાથી વધુ સમય જેલમાં પસાર કરી ચૂક્યાં છે. એટલા માટે ઐપચારિકતાઓ પૂરી કર્યા બાદ તેમને છોડી મુકવામાં આવશે.

ફરિયાદી પક્ષે મંગળવારે મુજમ્મિલ અંસારી માટે મોતની સજા જ્યારે ચાર અન્ય માટે ઉંમર કેદની સજાની માંગણી કરી હતી.

2002 થી 2003 દરમિયાન કરવામાં આવ્યા હતા 3 બ્લાસ્ટ
2002 થી 2003 દરમિયાન ત્રણ બોમ્બ બ્લાસ્ટમાં 12 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 139 લોકોને ઇજા પહોંચી હતી. પ્રથમ બ્લાસ્ટ 6 ડિસેમ્બર 2002ના રોજ મુંબઇ સેંટ્રલ રેલવે સ્ટેશન પર કરવામાં આવ્યો હતો જેમાં 27 લોકોને ઇજા પહોંચી હતી. 27 જાન્યુઆરી 2003ના રોજ વિલે પારલે રેલવે સ્ટેશન પર એક બ્લાસ્ટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 32 અન્ય ઘાયલ થયા હતા. ત્રીજો અને અંતિમ બ્લાસ્ટ 13 માર્ચ 2003ના રોજ મુલુંદ સ્ટેશન પર પહોંચતાં જ એક ટ્રેનના લેડીઝ કોચમાં કરવામાં આવ્યો હતો.

You might also like