રાજકોટમાં દેશી દારૂનાં અડ્ડા ચલાવતા બુટલેગરો વિરુદ્વ લગાવાયાં પોસ્ટર

રાજકોટઃ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેમ છતાં ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આને પોલીસની મિલીભગત કહો કે પછી નિષ્ક્રીયતા. પરંતુ દારૂ વેચાય છે તે સનાતન સત્ય છે. જો કે રાજકોટમાં દારૂ વેચતા બુટલેગરોથી કંટાળીને હવે સ્થાનિકોએ એક નવું જ હથિયાર અપનાવ્યું છે.

રાજકોટનાં 80 ફુટ રીંગ રોડનાં વિસ્તારમાં લોકોએ જાહેરમાં બોર્ડ લગાવ્યાં છે અને બોર્ડમાં દેશી દારૂ અને વિદેશી દારૂ પીવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પત્રિકા શહેરનાં થોરાળા સોરઠીયા વાડી લક્ષ્મીનગર નાળા અને 80 ફૂટ ચોકડી પર લગાવવામાં આવ્યાં હતાં. લોકોએ અહીં દારૂ મળે છે તેવું લખાણ પોસ્ટરમાં લખ્યું છે.

પોલીસની નિષ્ક્રીયતાથી કંટાળી લોકોએ આ એક નવું જ અભિયાન ચલાવ્યું છે. જે રાજકોટ પોલીસ માટે ખુબ જ શરમજનક ઘટના કહીં શકાય. જો કે બાદમાં આ સમગ્ર ઘટનાને લઈને રાજકોટ પોલીસ દ્વારા પત્રિકામાં આપવામાં આવેલા સરનામાં અને તેની અંદર લખવામાં આવેલાં મોબાઈલ નંબર પર વધુ તપાસ કરતા વાસ્તવમાં આ સમગ્ર ઘટના સત્ય હોવાનું બહાર આવ્યું હતું.

You might also like