દિલ્હીની દિવાલો પર લાગ્યાં PM મોદીનાં પોસ્ટર, લખવામાં આવ્યું,”The Lie Lama”

ન્યૂ દિલ્હીઃ દિલ્હી પોલીસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ફોટા સાથે “ધ લાઇ લામા” (The Lie Lama) લખેલ પોસ્ટર લગાવવા મામલે કેટલાંક અજાણ્યાં લોકો વિરૂદ્ધનો મામલો દાખલ કર્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુરૂવારનાં રોજ મંદિર માર્ગનાં જે-બ્લોક વિસ્તારમાં દીવાલો પર આ પ્રકારનાં પોસ્ટરો લાગેલા હતાં.

પોલીસે જણાવ્યું કે હાલમાં તો પોસ્ટરને હટાવી દેવામાં આવ્યાં છે અને ગઇ કાલે સાંજનાં દિલ્હી સંપત્તિ વિરૂપણ રોકધામ (ડીપીડીપી) કાયદા અંતર્ગત એક મામલો દાખલ કરવામાં આવેલ છે.

તેઓએ કહ્યું કે આવી હરકત કરવા પાછળ જવાબદાર લોકોની ઓળખ માટે સ્થાનીય લોકો સાથે વિશેષ પૂછપરછ કરવામાં આવશે. મહત્વનું છે કે હાલમાં પોલીસ આ મામલે આસપાસનાં સીસીટીવી ફૂટેજ તપાસ કરી રહેલ છે અને પોસ્ટર લગાવવાની લોકો કોશિશ કરી રહ્યાં છે.

You might also like