પાકિસ્તાનમાં ફરી સૈન્ય શાસન લાદવાની માંગવાળા પોસ્ટરો લાગ્યા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં એકવાર ફરીથી સૈન્ય શાસન લગાવવાની માંગ જોર પકડી રહી છે. આ માંગના મુદ્દે પાકિસ્તાનનાં કેટલાક મોટા શહેરો પોસ્ટરો લગાવાયા હતા.લાહોર, કરાંચી, ઇસ્લામાબાદ અને રાવલપિંડી જેવા શહેરોમાં આ પોસ્ટરો મુખ્ય રત્સાઓ પર લગાવાયેલા જોવા મળ્યા હતા. આ પોસ્ટરોમાં આર્મી ચીફની મોટી તસ્વીરો લગાવાઇ હતી જેનાં નીચે લખ્યું હતું કે મુવ ઓન પાકિસ્તાન.

જો કે આ પોસ્ટર કોણે અને કેમ લગાવ્યા તે અંગે હજી સુધી કઇ જાણકારી પ્રાપ્ત નથી થઇ. જો કે આ પોસ્ટરોમાં આર્મી ચીફ રાહિલ શરીફને તખ્તો પલટીને સત્તા પોતાનાં હાથમાં લેવાની અપીલ કરવામાં આવી છે. શરીફ થોડા સમય પહેલા જ પોતાનાં પદ પરથી રિટાયર થવાનાં છે. પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચારમાં ડુબેલી પાકિસ્તાની સરકાર કરતા સારૂ છે કે દેશમાં માર્શલ લો લાગી જાય. આ પોસ્ટર્સમાં વર્ષ 2013માં બનેલી રાજનીતિક પાર્ટીનું નામ પણ છપાયેલું છે. જેનુ અત્યાર સુધી કોઇ ભાળ નથી. તે ઉપરાંત આ પોસ્ટરોમાં મૂવ ઓન પાકિસ્તાનનાં ચીફ ઓર્ગેનાઇઝર તરીકે અલી હાશમીનું નામ પણ છપાયેલું છે.

પોસ્ટરમાં આર્મી ચીફ જનરલ શરીફને અપીલ કરતા કહ્યું કે પાકિસ્તાનમાં આર્મી શાસન પહેલા પણ રહી ચુક્યું છે અને ખુદા માટે ફરીથી સત્તાહાથમાં લઇ લો. શરીફ આ વર્ષનાં અંત સુધી રિટાયર થઇ જશે. આ પોસ્ટરોમાં જનરલ રાહિલ શરીફની જબરદસ્તી વખાણ કરતા કહ્યું છે કે આગામી આર્મી ચીફ તેમની જેવા સારા હશે કે નહી તેની કોઇ ગેરેન્ટી નથી. તેમાં હેશટેગ સાથે લખવામાં આવ્યું છે કે થેંક યુ રાહિલ શરીફ અને પાક લવ્સ જનરલ રાહિલ.

ઉલ્લેખનીય છેકે પાકિસ્તાનનાં આર્મી ચીફે જાન્યુઆરીમાં કહ્યું હતું કે લોકશાહી સંસ્થાઓનો આદર કરતાતે આ વર્ષે પોતાનો કાર્યકાળ પુરો થયા બાદ નક્કી સમયે રિટાયર થઇ જશે. પાકિસ્તાનનાં મોટા શહેરોમાં લાગેલા પોસ્ટરો પાકિસ્તાન સરકાર પર સવાલો પેદા થઇ રહ્યા છે. પંજાબની પ્રાંતીય સરકારે આ પોસ્ટરોને તુરંત હટાવી દીધા છે પરંતુ કેટલાક અન્ય સ્થળો પર આ પોસ્ટરો જ્યાંનાં ત્યાં લાગેલા છે.

You might also like