શ્રીનગરમાં સ્કુટી ચલાવનારી યુવતીઓને જીવતી સળગાવવાની ધમકી

શ્રીનગર : હિઝબુલ મુજાહિદીનાં કમાન્ડર બુરહાન વાનીનાં એન્કાઉન્ટર બાદથી જ ખીણમાં પરિસ્થિતી સતત વણસી રહી છે. તંગ પરિસ્થિતી વચ્ચે રવિવારે અચાનક શ્રીનગરના સિટી સેન્ટર પર લગાવાયેલા એક પોસ્ટરે વાતાવરણમાં ફરીથી એક વખત ટેન્શન પેદા કરી દીધું છે. સંગબાજ નામનાં એક એસોસિએશનની તરફથી લગાવાયેલા પોસ્ટરમાં યુવતીઓને ધમકી આપવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે યુવતીઓને રિકવેસ્ટ કરવામાં આવે છે કે સ્કુટી ન ચલાવે.જો કોઇ યુવતી તેવું કરતી જોવા મળશે તો તેને સ્કુટી સહિત સળગાવી દેવામાં આવશે.

કથિત રીતે રીતે પથ્થરમારોનું સંગઠન ગણાવાતા આ સંગઠને પોતાની પત્રિકામાં કુલ 6 બાબત લખી છે. પોસ્ટરની શરૂઆત કાશ્મીર ખીણનાં તમામ લોકોને ભાઇઓ તથા બહેનો સંબોધન કરવામાં આવ્યું છે. તેની આગલી લાઇનમાં ફ્રિડમ મુવમેન્ટ ઓફ કાશ્મીર વેલી લખ્યું છે. આગળ લખ્યું છે કે આ કાશ્મીર અમારૂ છે. આનાં નિયમો અને કાયદો અમે બનાવીશું. તેનો નિર્ણય પણ અમે લઇશું.

પોસ્ટરમાં તમામ દુકાનદારો, વેંડરો અને ખીણમાં કામ કરનારા તમામ વેપારી સમુહોને અપીલ કરવામાં આવી છે કે લડાઇમાં સહકાર આપે. જ્યાં સુધી લડાઇનો અંત ન આવે ત્યાં સુધી પોત પોતાની દુકાનો બંધ રાખે. પોસ્ટરમાંતમામ મસ્જિદ પ્રબંધન સમિતીઓને અપીલ કરવામાં આવી કે તેઓ અજાન બાદ નારેબાજી કરે.
આ જુથે અંતિમ ચેતવણી આપતા કહ્યું કે દુકાનદારોએ સહયોગ આપવો જોઇએ અથવા તો પછી પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જોઇએ. તેમણે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને સહયોગ આપવા માટે જણાવ્યું. પોસ્ટરનાં અંતમાં લખ્યું છે કે આ જંગ જ્યા સુધી ચાલું છે, ત્યાં સુધી ચાલુ રહેશે ચ્યાં સુધી અમને આઝાદી ન મળી જાય. સ્થાનીક પોલીસનું કહેવું છે કે તેઓ આ પોસ્ટરોની તપાસ કરી રહ્યા છે.

You might also like