સુરક્ષા તપાસ માટે SHO સાથે લઈ આવ્યા પાલતું કૂતરું

મુરાદાબાદઃ પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલા બાદ ઉત્તરપ્રદેશના કેટલાય જિલ્લામાં ચેતવણી જારી કરાઇ હતી. પોલીસ અધિકારીઓને આદેશ અપાયા કે તેઓ પોતાની સાથે ‌સ્નિફર ડોગ લઇ આવે અને બસ સ્ટેશનો તેમજ રેલવે સ્ટેશનો પર યાત્રીઓના સામાનની તપાસ કરે.

મુરાદાબાદના એક એસએચઓ રાકેશ વશિષ્ઠ આ આદેશનું પાલન કરવા માટે ‌સ્નિફર ડોગ શોધી રહ્યા હતા, પરંતુ તેમને સફળતા ન મળતાં તેમણે વચ્ચેનો રસ્તો અપનાવ્યો. તેઓ પોતાના ઘરે ગયા અને તેમના પાલતું ટોમીને સાથે લઇને પોતાના કામમાં જોડાઇ ગયા. તેઓ પોતાના પાલતું કૂતરા સાથે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર યાત્રીઓના સામાનની તપાસ કરવા લાગ્યા.

ટોમી પાસે આ કામ માટે કોઇ પણ ટ્રેનિંગ ન હતી. તેને કોઇ અનુભવ પણ ન હતો. ટોમી થોડી વારમાં થાકી ગયો અને ગુસ્સે થઇને તેણે હંગામો મચાવ્યો. આસપાસમાં હાજર કેટલાક મુસાફરોને જાણ થઇ કે રાકેશ પોલીસના ‌િસ્નફર કૂતરામાંથી કોઇને સાથે ન લાવીને પોતાના પાળેલા કૂતરાને સાથે લઇ આવ્યા છે. ટોમી જર્મન શેફર્ડ જાતિનો છે.

કેટલાક લોકોએ ટોમીની તસવીર પણ ખેંચી અને સોશિયલ મીડિયા પર શેર કરી. આ તસવીર ફરતાં ફરતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પાસે પહોંચી ગઇ. વશિષ્ઠના કામથી મુરાદાબાદના એસએસપી નીતિન તિવારી ખુશ નથી. તેમણે ઘટનાની તપાસના આદેશ આપ્યા. પોલીસકર્મીઓને એ વાતનો ગુસ્સો છે કે પોતાના પાળિતું કૂતરાની સાથે નાના પુત્રને પણ લઇ ગયા હતા. વશિષ્ઠનો પુત્ર ટોમીને લઇને યાત્રીઓના સામાનની તલાશી લેતો હતો. જાણે તે ખુદ પોલીસ િવભાગની ડોગ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હોય.

એસએસપી તિવારીએ કહ્યું કે એચએસઓની આ ભૂલ છે. તેમણે રેલવે સ્ટેશન પર તલાશી દરમિયાન ‌સ્નિફર કૂતરાના બદલે અન્ય કૂતરાનો ઉપયોગ કર્યો. એસએચઓ વશિષ્ઠે પોતાના બચાવમાં કહ્યું કે રેલવે સ્ટેશન પર ઇમર્જન્સી તપાસમાં મારો પુત્ર મને શોધતાં ત્યાં આવ્યો અને પાળતુ ડોગને લઇ આવ્યો. જ્યારે મારા પુત્રને જાણ થઇ કે હું ડ્યૂટી પર છું અને યાત્રીઓની તલાશી રહ્યો છું ત્યારે તે પણ મારી સાથે થઇ ગયો.

You might also like