Categories: Gujarat

૧૧મીથી પોસ્ટની તમામ સેવાઓ ખોરવાશેઃ ૨૦૦૦ કર્મીઓ હડતાળ પર

અમદાવાદ: સાતમા પગારપંચની ભલામણોથી નારાજ પોસ્ટ વિભાગ પડતર અને જૂની માગણીઓ સંદર્ભે ૧૧ જુલાઇથી શરૂ થતી બેમુદતી રાષ્ટ્રવ્યાપી હડતાળમાં અમદાવાદ પોસ્ટલ વિભાગના ર૦૦૦ જેટલા કર્મચારીઓ જોડાતા અમદાવાદ શહેરની બહાર જતી-આવતી ટપાલ સેવા ખોરવાશે.

બેમુદતી હડતાળના કારણે પોસ્ટ વિભાગની ૧૮થી વધુ સેવાઓ ખોરવાઇ જશે. પોસ્ટ વિભાગની મુખ્ય માગણીઓમાં સીઆઇએસ કમ્પ્યૂટર સ્કીમ ઝડપી બનાવવા, ખાલી જગ્યાઓ ભરવા, પ્રાઇવર્ટાઇઝેશન અટકાવવા, જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા અને સાતમા પગારપંચનું ઝડપી અમલીકરણ કરવા અંગેની બાબતોનો સમાવેશ કરાયો છે.

આ અંગે પોસ્ટ યુનિયન એસોસિયેશન ઓલ ગુજરાતના સેક્રેટરી રશ્મીન પુરોહિતે જણાવ્યું હતું કે પોસ્ટ વિભાગનો વર્ગ-૩ અને ૪નો સ્ટાફ હડતાળમાં જોડાશે. રેલવેમાં પણ હડતાળના કારણે ૧૧મીથી બહારથી આવતી અને અહીંથી બહાર જતી ટપાલ આવવા-જવાની બંધ થઇ જશે.

divyesh

Recent Posts

વ્યાજની વસૂલાત માટે યુવકને 31 કલાક ગોંધી રાખી ઢોર માર માર્યો

(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…

13 hours ago

1960 પછી ગુજરાતમાં પ્રથમ વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…

14 hours ago

અમદાવાદમાં AMTS બસથી રોજ એક અકસ્માત

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…

14 hours ago

એસટીના કર્મચારીઓ આજ મધરાતથી હડતાળ પર જશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…

14 hours ago

ધો.11ની વિદ્યાર્થિનીને કારમાં આવેલા બુકાનીધારી શખસો ઉઠાવી ગયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…

14 hours ago

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકાઃ 3.9ની તીવ્રતા, UPનું બાગપત હતું કેન્દ્ર

(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…

14 hours ago