Categories: Gujarat

અહિંસાથી સમાજ નવરચના શક્ય : રાષ્ટ્રપતિ

અમદાવાદ : ગાંધીજીએ સામાજિક નવ રચના માટે નઈ તાલીમનો જે સિદ્ઘાંત આગળ ધર્યો હતો એ જણાવે છે કે જ્ઞાન અને કાર્ય-પરિશ્રમને છૂટા પાડી શકાય એમ નથી. નઈ તાલીમનાં ત્રણ અંગભૂત પરિબળોમાં હ્રદય, હાથ અને મસ્તક દિમાગનો સમાવેશ થાય છે. ગાંધીજીએ આ વિચારધારાને વ્યવહારમાં મૂકવા ‘તમામ માટે પાયાનાં શિક્ષણ’ના વિશિષ્ટ અભ્યાસક્રમને આગળ ધપાવ્યો હતો.

તેમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અમદાવાદ ખાતે ગૂજરાત વિદ્યાપીઠના ૬રમાં પદવીદાન સમારોહ પ્રસંગે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત કદાચ એક માત્ર એવું રાજય છે કે, જયાં રાજયના દૂર્ગમ વિસ્તારોમાં આશ્રમશાળાઓ અને બૂનિયાદી શાળાઓ મારફત નઈ તાલીમ સંસ્થાકીય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. નઈ તાલીમ વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું નિર્માણ કરે છે.

ઘડતર કરે છે, જે વર્તમાન સમયમાં દિવસો દિવસ વધુને વધુ પ્રસ્તૃત બનતું જાય છે. શિક્ષણમાં આપણો અભિગમ મૂલ્યોનાં જતન સાથે શિક્ષણના આદર્શથી ઘડાવો જોઈએ.રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, વિદ્યાપીઠ વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય કાબેલીયત સંસ્કાર અને શુદ્ઘ દાનત કેળવવાના ધ્યેય સાથે શિક્ષણ પૂરૃં પાડે છે ગાંધીજીના આદર્શો મુજબ દેશની ઉન્નતિ માટે આની જરૂર છે.

દેશમાં વધતાં જતાં શહેરીકરણ છતાં ૬૮ ટકા વસ્તી હજુ પણ ગામડાંમાં વસે છે. આ સંજોગોમાં ગ્રામવિસ્તારોમાં અન્ન સુરક્ષા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રોજગારી, ટેકનોલોજીનો ફેલાવો, આરોગ્ય અને પોષણ આવાસ, પીવાનું પાણી અને સ્વચ્છતા સફાઈનાં ક્ષેત્રે પગલાં ભરવાથી ગ્રામીણ લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા, ગરીબીની સમસ્યા હલ કરવામાં મોટી મદદ મળશે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને ગાંધીજીનાં સ્વપ્ન સાથે સુસંગત થાય એ રીતે ગ્રામવિકાસનો ટેકો પૂરો પાડવા માટે તાલીમ સજ્જ કરાય છે. એમણે વિદ્યાપીઠ ચરખા અને કોમ્પ્યુટર અંગેની તાલીમ એક સરખા ઉત્સાહ સાથે પૂરી પાડી વિદ્યાર્થીઓમાં શ્રમના ગૌરવની જે ભાવના કેળવે છે એ વિશે ખુશી વ્યકત કરી, વિશ્વાસ વ્યકત કર્યો હતો કે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ એમની તાલીમનો સારો ઉપયોગ કરી આપણા રાષ્ટ્રના ગૌરવશાળી નાગરિકો બનશે.
રાષ્ટ્રપતિએ કહ્યુ હતું કે સમાજ જીવનમાં આવી પરંપરાઓ રાતોરાત નથી વિકસાવી શકાતી આવા ઉમદા વ્યવહારોને વિકસાવવા-વધારવા આપણે પ્રયાસો કરવા રહ્યા. એમણે કહ્યું હતું કે બાપુને મન સ્વચ્છ ભારતનો અર્થ સ્વચ્છ દિમાગ, સ્વચ્છ શરીર અને સ્વચ્છ પર્યાવરણ એવો થતો હતો.

Navin Sharma

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

1 hour ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

2 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

2 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

2 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

2 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

2 hours ago