ઘરના પ્રવેશ દ્વાર પર આટલું કરો, આવશે હકારાત્મક ઉર્જા

આજની ભાગદોડ વાળી જીવનશૈલીમાં હતાશ, તણાવ અને ચિંતા જેવી બીમારીઓ સામાન્ય બની ગઇ  છે. જેને દૂર કરવા માટે આપણે અવનવી રીતો અપનાવતા હોય છે. ત્યારે કેટલીક વાસ્તુ ટીપ્સથી આ પરિસ્થિતિને પણ કંટ્રોલમાં કરી શકાય છે. એતો સૌ કોઇ જાણે છે કે વાસ્તુ શાસ્ત્ર દ્વારા ઘરમાં થોડો ફેરફાર કરવામાં આવે તો તેની ચોક્કસ અસર આપણા જીવન પર પડે જ છે. ત્યારે કેટલાક નાના મોટા ફેરફાર કરી ઘરમાં પોઝિટિવ ઉર્જાને ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરીને સ્ટ્રેસથી દૂર રહી શકાય છે.

આપના ઘરના મુખ્ય દ્વાર પર કોઇ પવિત્ર ચિહ્ન જેવાકે સ્વસ્તિક, ઓમ, તોરણ, ગણેશ-લક્ષ્મી, હનુમાનજીની મૂર્તિ વગેરે ટીંગાળવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી. ઘરના મુખ્ય દ્વાર પર એવી કોઇ વસ્તુ ના રાખવી જોઇએ જે આપના શરીરને ટચ કરતી હોય. જો બની શકે તો આપ ઘરના મુખ્ય દ્વાર પર લીંબૂ અને મર્ચા બાંધી શકો છો. જેનાથી પણ નકારાત્મ વસ્તુને બહાર રાખી શકાય. ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ દિશામાં, ઉત્તર દિશામાં અથવા પશ્ચિમ દિશામાં જ હોવું જોઇએ. ભૂલથી પણ ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણ દિશા તરફ રાખવું નહીં. જેને અશુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પર ખાસ કરીને સોમવારે રૂદ્રાક્ષની માળા ટાંગી દો.  હંમેશા પોતાના પલંગમાં માથાના ભાગે લાલ કલરનું કપડું રાખો.  ક્યારે પણ ઘરમાં સંપૂર્ણ અંધકાર ન કરવો. સાંજના સમયે ક્યારેય પણ ઘરમાં ઝાડુ મારવું નહીં, અને જો ઝાડુ લગાવો તો કચરો બહાર ફેંકવો નહીં. હંમેશા પોતાના વર્કિંગ ટેબલની પાસે પાણી ભરેલ જગ અથવા ગ્લાસ રાખવો.

You might also like