રોનાલ્ડોના જન્મ બાદ પોર્ટુગલ ક્યારેય ફ્રાંસને હરાવી શક્યું નથી

માર્સેલઃ ફ્રાંસે ૫૬ વર્ષ બાદ જર્મનીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. ૧૬ વર્ષ બાદ ફાઇનલમાં પહોંચેલી ફ્રાંસની ટીમે વિશ્વ ચેમ્પિયન જર્મનીને ૨-૦થી માત આપીને વિશ્વકપ ૨૦૧૪ના પરાજયનો બદલો પણ લીધો. ફ્રાંસની ૧૯૫૮ બાદ જર્મની સામે કોઈ મોટી ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત હતી. ફાઇનલમાં ફ્રાંસનો મુકાબલો પોર્ટુગલ સામે આ‍વતી કાલે થવાનો છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના જન્મ (૧૯૮૫) બાદ પોર્ટુગલ ક્યારેય પણ જર્મનીને હરાવી શક્યું નથી.

પોર્ટુગલે અંતિમ વાર ફ્રાંસને ૨૬ એપ્રિલ, ૧૯૭૫ના દિવસે મૈત્રી મેચમાં ૨-૦થી હરાવ્યું હતું. ત્યાર બાદ ૪૧ વર્ષમાં રમાયેલી ૧૦ મેચમાં પોર્ટુગલનો પરાજય જ થયો છે. એ દરમિયાન ફ્રાંસે ૨૩ ગોલ કર્યા, જ્યારે પોર્ટુગલની ટીમ ફક્ત છ ગોલ જ કરી શકી છે.

ફિક્કો રહ્યાો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું પ્રદર્શન ફ્રાંસ વિરુદ્ધ સાવ ફિક્કું રહ્યું છે. બંને ટીમ વચ્ચે અંતિમ ટક્કર ૨૦૧૫ની મૈત્રી મેચમાં થઈ હતી, જેમાં ફ્રાંસ ૧-૦થી જીત્યું હતું. લિસ્બનમાં રમાયેલી એ મેચમાં રોનાલ્ડો સાવ ફિક્કો રહ્યો હતો. ૨૦૦૬ના વિશ્વકપની સેમિફાઇનલમાં પણ રોનાલ્ડોની હાજરીમાં પોર્ટુગલ ૦-૧થી હાર્યું હતું.

You might also like