‘હર-હર મહાદેવ’ની ગૂંજ સાથે ખુલ્યાં કેદારનાથના દ્વાર, હજારોની સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ઘાળુઓ

ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ઘામના દ્વાર રવિવારે સવારથી શ્રદ્ઘાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. પૂજારીઓએ મંત્રોચ્ચાર અને શ્રદ્ઘાળુઓન જય જયકારની વચ્ચે 6 મહિના પછી કેદારનાથના દ્વાર ખોલવામાં આવ્યા છે. દ્વાર ખોલ્યા પછી મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવી, જે પછી ભગવાન શિવના દર્શન કરવા માટે શ્રદ્ઘાળુની ભીડ જોવા મળી હતી.

સવારે 4 વાગે શરૂ થઇ પ્રક્રિયા:

રવિવારે સવારે 4 વાગે દ્વાર ખુલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સૌથી પહેલા ડોલનીને મંદિરની અંદર પ્રવેશ કરાવવામાં આવ્યો. મંત્રોચ્ચારની વચ્ચે જલાભિષેક, રુદ્રાભિષેક સહિત તમામ ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવ્યા, જે પછી લગભગ 6:15 વાગે વિધિગત પૂજા અર્ચનાની સાથે કેદારનાથના દ્વાર શ્રદ્ઘાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા.

 

20 ક્વિંટલ ફૂલોથી સજવવામાં આવ્યુ ધામ:

ભગવાવ કેદારનાથના મંદિરને 20 ક્વિંટલ ગેંદાના ફૂલોથી સજાવવામાં આવ્યુ છે. ફૂલોની સાથે બિલિપત્ર, પીપળાના પાનની માળાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. પરંપરા અનુસાર 6 મહિના સુધી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં રહ્યા પછી 26 એપ્રિલના ભગવાન શિવની પાલકી કેદારનાથ માટે રવાના થઇ હતી. પાલકીમાં કેદારનાથ પહોંચ્યા પછી ઘામમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. હિમાલયની ટોચ પર હિમપ્રાત પણ થયો અને આગામી 6 મહિના સુધી બાબા કેદારનાથમાં બિરાજમાન રહેશે.

30 એપ્રિલના ખુલશે બદરીનાથના કપાટ:

30 એપ્રિલના સવારે 4:30 વાગે બદરીનાથ મંદિરના કપાટ ખોલવાનામાં આવશે. આ વર્ષે 4 ધામોની યાત્રાની શરૂઆત 18 એપ્રિલના ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર ખોલવાથી શરૂ થઇ હતી.

લેસર શો જોવા મળશે:

કેદારનાથ ધામમાં શ્રદ્ઘાળુ હવે લેસર શોની મજા માણી શકશે, લેસર શોની મદદથી ભગવાન શિવનો મહિમા પણ જોઇ શકાશે. હવે કેદારનાથના દ્વાર ખુલ્યાના એક દિવસ પહેલા એટલે કે 28 એપ્રિલના 7 દિવસો સુધી આ શો જારી રહેશે, આ સાથે જ સુરક્ષાનો પણ ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. યાત્રીઓને સુવિધા માટે ગૌરીકુંડથી કેદારનાથની વચ્ચે રસ્તા, પાણી, વિજળી, સ્વાસ્થ્ય અને સુરક્ષા સહિતની જરૂરી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એટલું જ નહી, 1 કિલોમીટર સુધી ડૉક્ટર તૈનાત રાખવામાં આવ્યા છે.

You might also like