હવે બે કલાકમાં પોર્ટેબલ પેટ્રોલ પંપ કરી શકાશેશરૂ

નવી દિલ્હી: હવે પેટ્રોલ પંપ શરૂ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલય અને પેટ્રોલિયમ કંપનીઓના ચક્કર કાપવાં નહીં પડે. હવે તમે માત્ર બે કલાકમાં પેટ્રોલ પંપ શરૂ કરી શકશો. આને પોર્ટેબલ પેટ્રોલ પંપનું નામ આપવામાં આવ્યું છે. બે કલાકમાં તમે આ પેટ્રોલ પંપને હટાવી પણ શકશો. રૂ. ૯૦ લાખમાં તમે પોર્ટેબલ પેટ્રોલ પંપનો બિઝનેસ શરૂ કરી શકો છો.

પોર્ટેબલ પેટ્રોલ પંપની ટેક્નિકને પેટ્રોલિયમ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. પોર્ટેબલ પેટ્રોલ પંપની ટેક્િનકને વિકસિત કરનાર કંપની એલિન્જ ગ્રૂપ આજે તેની સત્તાવાર જાહેરાત કરશે.

પોર્ટેબલ પેટ્રોલ પંપના ત્રણ મોડલ હશે. પ્રથમ મોડલ માટે રૂ. ૯૦ લાખનું રોકાણ કરવું પડશે. બીજા મોડલ માટે રૂ. એક કરોડ અને ત્રીજા મોડલ માટે રૂ. ૧.૨ કરોડ ખર્ચ થશે. કંપની આ માટે ડીલરની નિમણૂક કરશે. રાજ્યની સ્થાનિક સંસ્થાઓની મંજૂરીથી કોઇ પણ જગ્યાએ પોર્ટેબલ પેટ્રોલ પંપ શરૂ કરી શકાશે.

પોર્ટેબલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ઉપરાંત ડીઝલ, ગેસ, કેરોસીન બધું મળશે. તેની ક્ષમતા નવ હજારથી ૩૫ હજાર લિટરની હશે. સૌપ્રથમ ઉત્તરપ્રદેશમાં ૨૦૦૦ સ્થળે પોર્ટેબલ પેટ્રોલ પંપ શરૂ કરવાની યોજના છે.

You might also like