ભારતના રોડ પર જોવા મળશે નવી Porsche 911, જાણો ક્યારે થશે લોન્ચ..

નવી જનરેશન માટેની Porsche 911 ગત વર્ષે નવેમ્બરમાં LA ઓટો શોમાં રજૂ કરવામાં આવી હતી. હવે આ સ્પોર્ટ્સ કાર ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. એક અહેવાલ મુજબ નવી Porsche 911, 11 એપ્રિલના રોજ ભારતમાં લોન્ચ થઇ શકે છે. આ કારની પરફોર્મન્સ તેમજ ટેકનીક પર બહુ કામ કરવામાં આવ્યું છે.

કોડનેમ 992 બે દરવાજા સાથે આવશે. તેમાં આઇકોનિક silhouette જોવા મળશે, જે 911 ફેમિલીની ઓળખ છે. તે સિવાય તેમાં હેવી પાવર માટે 6 સિલેન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવેલ છે.

Porsche 911 Carrera S અને 911 Carrera 4s હૂડના હેઠળ તેમાં 3.0 લીટર, ફલેટ-6, ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે તેમાં 30 હોર્સપાવરની વધારાની તાકત આપે છે. આ કારમાં 444 bhpનો મેક્સિમમ પાવર મળશે. જેનાથી આ કાર 0-100 કિમી પ્રતિકલાકની ઝડપ માત્ર 4 સેકન્ડમાં મેળવી લેશે.

નવી Porsche 911ના ઇન્ટીરયર ડિઝાઇનમાં કેટલાક અપડેટ કરવામાં આવ્યાં છે. જેમાં ડેશબોર્ડ 1970ની 911 મોડલમાંથી લેવામાં આવ્યું છે. તેમાં 10.9-ઇંચનું ટચસ્ક્રીન મોનિટર આપવામાં આવ્યું છે.

8મી જનરેશનવાળી Porsche 911નું ભારતીય બજારમાં Mercedes-AMG GT, Nissan GT-R, Audi R8 અને Lamborghini Huracan જેવી કાર સાથે છે.

You might also like