કેરળના CM ઓમન ચાંડી પર યૌનશોષણનો આરોપ

કોટ્ટાયમ: કેરળના સોલર ગોટાળામાં એક આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. આરોપી સરિતા એસ. નાયરના કહેવાતા એક આરોપનામાના પત્રમાં જણાવાયું છે કે કેરળના મુખ્યપ્રધાન ઓમન ચાંડીએ તેનું યૌનશોષણ કર્યું હતું, જોકે ચાંડીએ આ આરોપને પૂરી રીતે બેબુનિયાદ ગણાવતાં દાવો કર્યો હતો કે આ એક કાવતરું છે.

મલયાલમ ન્યૂઝ ચેનલે સરિતા તરફથી કહેવાતી ઘટના અંગે ર૦૧૩માં લખાયેલો રપ પાનાંનો એક પત્ર રજૂ કર્યો હતો. આ પત્રને સરિતાએ એવા સમયે લખ્યો હતો જ્યારે તેની સોલર પેનલના ગોટાળામાં ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં લઇ જવાઇ હતી. આ પત્ર બહાર આવ્યા પછી ચાંડીએ પત્રકારોને જણાવ્યું હતું કે મારી સરકારને અસ્થિર કરવા માટેની આ છેલ્લી ઘડીની કોશિશ છે.

સરિતાએ ટીવી ચેનલને જણાવ્યું હતું કે તેણે આ પત્ર ત્યારે લખ્યો હતો જ્યારે તે પોલીસ કસ્ટડીમાં હતી. તેણે કહ્યું, હું જજને આ પત્ર આપવા ઇચ્છતી હતી, પરંતુ એવું કરી શકી નહીં. પત્રમાં સરિતાએ આરોપ મૂક્યો છે કે મુખ્યપ્રધાને તેમના ઘરમાં તેનું યૌનશોષણ કર્યું હતું.

You might also like