પોર્ન કન્ટેન્ટથી ભરાઇ ગયું youtube અને ગૂગલ અજાણ

youtube પર આમ તો સેક્શુઅલ કોન્ટેન્ટ માટે મોટા નિયમો છે, પરંતુ ગૂગલની આ સર્વિસ પોર્ન વિડીયોઝથી ભરાઇ ગઇ છે. youtube પર માત્ર પોર્ન વિડીયોઝ અપલોડ કરવામાં આવતાં નથી. પરંતુ કોપીરાઇટનું ઉલ્લંઘન કરીને પાઇરેટેડ કોન્ટેન્ટ પણ નાંખી શકાય છે. આ બધું માત્ર ગૂગલની એક ભૂલના કારણે થઇ રહ્યું છે.

હકીકતમાં યૂટ્યૂબ પર જેવો વિડીયો અપલોડ કરવામાં આવે છે, ગૂગલની હોસ્ટિંગ સર્વિસ એને content ID સોફ્ટવેરથી સ્કેન કરે છે. આ વિડીયોને કોપીરાઇટ મટીરિયલથી પણ કમ્પેર કરી શકાય છે. આ પ્રક્રિયા દરમિયાન એ કોન્ટેન્ટને પણ હટાડી દેવામાં આવે છે, જે વેબસાઇટના કડક એન્ટી સેક્સ રુલ્સ પર ઊભો રહેતો નથી.

આ પૂરી પ્રક્રિયાને ત્યારે ફોલો કરવામાં આવે છે, જ્યારે વિડીયોને પબ્લિકલી જાહેર કરવામાં આવે છે, જ્યારે વિડીયોઝને પબ્લિક વ્યૂઇંગ માટે અપલોડ કરવામાં આવતો નથી, ત્યારે વેબસાઇટ માટે એક પ્રકારનો ખાનગી દરવાજો બની જાય છે. આ પ્રકારે કંઇ પણ અપલોડ કરવામાં આવે, એને ફિલ્ટર આઉટ નહીં કરવામાં આવે.

આ પ્રકારે અપલોડ કરેલા વિડીયો ભલે યૂટ્યૂબ પર સર્ચ કરવા પર ના મળે, પરંતુ એને અન્ય વેબસાઇટ પર યૂટ્યૂબ પ્લેયરની મદદથી એમ્બેડ કરવામાં આવી શકે છે. અહીંયા એને કોઇ પણ જોઇ શકે છે.

જો કે મળતી માહિતી અનુસાર એડલ્ટ કોન્ટેન્ટ બનાવનારી કેલિફોનિયાની કંપની ડ્રીમરૂમ પ્રોડક્શનનું કહેવું છે. અમારો કોન્ટેન્ટ ડાઉનલોડ કરીને યૂટ્યૂબ પર નાંખવામાં આવે છે. અમારી સાઇડથી યૂટ્યૂબને આ જણાવવામાં પણ આવ્યું છે, પરંતુ એમની સતરફથી ખૂબ મોડો જવાબ આવે છે.

પોર્ન કોન્ટેન્ટ ઉપરાંત અન્ય પ્રકારના પાઇરેટેડ કોન્ટેન્ટ, જેમ કે ફિલ્મ વગેરેને યૂટ્યૂબ પર આવી જ રીતે અપલોડ કરવામાં આવી રહ્યા છે. આમ તો યૂટ્યૂબ આ વિડીયોઝને સમય સમય પર હટાવી દે છે, પરંતુ આ ત્યારે થાય જ્યારે કોઇ ફરીયાદ કરે.

You might also like