પોરબંદરમાં ICGS શુર બનશે ગુજરાતનું નૂર, સંવેદનશીલ સમુદ્ર કિનારાની કરશે સુરક્ષા

ગુજરાતનાં સંવેદનશીલ સમુદ્ર કિનારાની સુરક્ષા માટે વધુ એક જહાજ તૈનાત કરવામાં આવ્યું છે. આઈ.સી.જી.એસ. સુર નામનાં જહાજને પોરબંદર ખાતે લાવવામાં આવ્યું છે. તેમની વેલકમ સેરેમનીનો કાર્યક્રમ કોસ્ટગાર્ડનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આતંકવાદીઓ અવાર નવાર ગુજરાતની સમુદ્રી સીમાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ સમુદ્રી સીમાની સુરક્ષા એટલી જ મહત્વની છે.

આ ઉપરાંત દરીયાઈ પ્રદૂષણ અટકાવવા અને માછીમારોને બચાવવાની રાહત કામગીરી માટે કોસ્ટગાર્ડ હંમેશાં સતર્ક રહ્યું છે. ત્યારે ગુજરાત કોસ્ટગાર્ડમાં વધુ એક આધુનિક જહાજનો ઉમેરો કરવામાં આવેલ છે. આ જહાજને પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવશે. આ પ્રસંગે કોસ્ટગાર્ડંનાં ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વેલકમ સેરેમનીમાં હેલીકોપ્ટરની મદદથી બચાવ અને રાહત કામગીરીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ર૦૧૬માં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનાં હસ્તે ગોવા ખાતે આ શીપ કાર્યાન્વીન્ત કરવામાં આવ્યું હતું. આ જહાજની વિશેષતા ઉપર નજર કરીએ તો તોફાની દરિયામાં આઈ.સી.જી.એસ સુર નામનું આ જહાજ ખૂબ જ ઉપયોગી બની રહેશે અને આ જહાજને પોરબંદર ખાતે વિશેષ રીતે તૈનાત રાખવામાં આવશે.

આઈ.સી.જી.એસ સુર નામનાં આ જહાજની લંબાઈ ૧૦પ મીટરની છે. તેમાં હેલીકોપ્ટર લઈ જવાની પણ વિશેષ ક્ષમતા છે. આ ઉપરાંત આધુનિક ઉપકરણોથી પણ સુસજજ આ જહાજ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં કામગીરી કરી શકે તેમ છે. ભારતીય તટરક્ષક દળ પાસે આ પ્રકારનાં બે જહાજો છે. આ ઉપરાંત પાંચ જેટલાં પેટ્રોલીંગ જહાજો, ૧૬ ઈન્ટરસેપ્ટર બોટ, ત્યાર બાદ આઈ.સી.જી.એસ સુરનો પણ ગુજરાત કોસ્ટગાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

You might also like