પોરબંદરથી 1500 કિલો ડ્રગ્સ ભરેલી બોટ ઝડપાઇ

અમદાવાદ: અરબી સમુદ્રમાંથી શંકાસ્પદ બોટ ઝડપાઇ હોવાની બાબત સામે આવી છે. જેમાં 1500 કિલો ડ્રગ્સ હોવાનું જાણવા મલ્યું છે. આ બોટ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર પાસથી આ બોટને ઝડપી પાડવામાં આવી હતી. જો કે આ ડ્રગ્સની કિંમત 3500 કરોડ હોય એવી શક્યતા જણાઇ રહી છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસારઇરાન તરફથી આવી આવી રહેલી આ ટગ બોટ પનામા દેશની હોવાનું સામે આવ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા બોટ અને ક્રુ મેમ્બરોને કોસ્ટગાર્ડ જેટી પર લાવવામાં આવ્યા છે. જો કે આ બાબતે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

નોંધનીય છે કે આ પ્રકારના નશીલા પદાર્થ ઝડપાવવાની ગુજરાતની આ બીજી ઘટના છે. ધીરે ધીરે આવી ગતિવિધિઓ વધતી જાય છે. ગુજરાતમાં મોટાપ્રમાણમાં ગેરકાયદે નશીલા પદાર્થોનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. જો કે કોસ્ટગાર્ડે આ વખતે પકડી પાડીને આશરે 3500 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે અત્યાર સુધીનો આ સૌથી મોટો જથ્થો નાર્કોટિક્સ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

http://sambhaavnews.com/

You might also like