પોપે હિંદુ-મુસ્લિમ શરણાર્થિઓના પગનું પૂજન કર્યું

રોમન કૈથોલિક ચર્ચના પોપ ફ્રાંસિસે ધાર્મિક સદભાવનાનો સંદેશ આપવા માટે મુસ્લિમ, રૂઢિવાદી, હિંદુ અને કૈથોલિક શરણાર્થિઓના પગનું પૂજન કર્યું છે. તેમણે દરેકને એક જ ઇશ્વરના સંતાન જાહેર કર્યા. ફ્રાંસિસે મારો-કાપોની વૃત્તિની નંદા કરી તેને યુદ્ધનું વલણ જાહેર કર્યું છે. પોપે આ વાત ઇસ્ટર વીક માસ દરમ્યાન કાસેલનોલો ડિ પોટરેના એક શેલ્ટર હોમમાં કરી હતી. તેમણે કહ્યું કે હથિયાર ઉદ્યોગ દ્વારા લોકોમાં ઘાતક વૃત્તિ વધે છે. પોપ ફ્રાંસિસે ભાઇચારાની આ મિસાલ એવા સમયે આપી છે કે જ્યારે બ્રસેલ્સ હુમલા બાદ લોકોમાં મુસ્લિમ વિરોધી ભાવના પહેલાં કરતા વધારે વધી ગઇ છે. પોપ ફ્રાંસિસે કહ્યું છે કે આપણા બધાની અલગ અલગ સંસ્કૃતિ અને ધર્મ છે. પરંતુ આપણે બધા મનુષ્ય છીએ. તેથી જ આપણે શાંતીથી રહેવું જોઇએ અને માનવતાની રક્ષા કરવી જોઇએ.

 

 

You might also like