ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિશ્વિયન હોઈ ન શકેઃ પોપ ફ્રાન્સિસ

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અંગે ‌ટીકા કરતાં પોપ ફ્રાન્સિસે જણાવ્યું છે કે ટ્રમ્પ હંમેશાં લોકોમાં ભાગલા પાડવાની વાત કરે છે તેથી તેઓ ક્રિશ્વિયન હોઈ ન શકે.  ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને મેકિસકોની સરહદ પર દીવાલ બનાવવાની વાત કરી હતી. તેના જવાબમાં પોપે આ વાત કરી હતી. પોપ ફ્રાન્સિસે જણાવ્યું કે જે શખ્સ દીવાલ બનાવવાની વાત કરે અથવા લોકોમાં ભાગલા પાડવાની વાત કરે તે કયારેય ક્રિશ્ચિયન ન હોઇ શકે. આ ઉપરાંત ટ્રમ્પ અમેરિકામાં કોઈ પુરાવા વિના રહેતા ૧.૧૦ કરોડ શરણાર્થીઓને દેશની બહાર કાઢી મૂકવા વાત કરી છે.

પોપનાં આ નિવેદન બાદ ટ્રમ્પે જણાવ્યું કે હું અેક સાચો ક્રિશ્વિયન છું. પોપે આવું શરમજનક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે મેકિસકો ગુનેગારો અને બળાત્કારીઓને અમેરિકા મોકલી રહ્યું છે. તેથી હવે અમેરિકા અને મેકિસકોની સરહદ પર દીવાલ બનાવવાનો સમય પાકી ગયો છે. તેમ જણાવતાં વધુમાં જણાવ્યું કે જે વ્યકિત લોકોમાં ભાગલા પડાવવાની વાત કરતી હોય તે ક્રિશ્વિયન હોઈ જ ન શકે.

You might also like