અપૂરતી ઊંઘથી કિડની ખરાબ થાય છે

નિયમિતપણે ઓછા કલાક ઊંઘતા લોકોની કિડનીની ક્ષમતા બહુ જલદીથી જવાબ દઈ દે છે એવું ન્યૂયોર્કન રિસર્ચરોનું કહેવું છે. અાપણા શરીરમં નિદ્રવસ્થામાં પણ ક્લીનિંગની પ્રક્રિયાઓ ચાલતી રહેતી હોય છે. એટલે જ અાપણે રેગ્યુલર સમયે ઊંઘીએ અને ઊઠીએ એ જરૂરી છે.

બોડીની અાંતરિક ક્લીનિંગ પ્રોસેસ એક રિધમમાં ચાલે છે જેને સર્કાડિયન રિધમ કહેવાય છે. જ્યારે ઊંઘવાનો સમય ઓછો થઈ જાય ત્યારે અાંતરિક અવયવોનાં અારામ અને સ્વચ્છતાનાં કાર્ય અધૂરાં રહી જાય છે. નેચરલ સાઈકલ મુજબ પૂરતી ઊંઘ ન મળે તો એનાથી ઉત્સર્જનતંત્ર સાથે સંકળાયેલા મુખ્ય અવયવોમાં ગરબડ થઈ શકે છે.

અમેરિકાની બ્રિગહેમ એન્ડ વિમેન્સ હોસ્પિટલના રિસર્ચોએ ૪૨૩૮ પાર્ટિસિપન્ટ્સની ઊંઘ અને ઉત્સર્જનતંત્રની હેલ્થ તપાસીને તારવ્યું હતું કે અપૂરતી અને ઓછી ઊંઘ લાંબા ગાળે કિડની ડેમેજ કરે છે.

You might also like