અપૂરતી ઉંઘના લીધે થઇ શકે છે આ પાંચ બિમારીઓ

નવી દિલ્હી: શું તમે જાણો છો કે ઉંઘ આપણા માટે કોઇ વરદાનથી ઓછું નથી. એક સારી ઉંઘ આપણા મગજને ફ્રેશ કરવા માટે અને શરીરના બીજા અંગોને આરામ આપવા માટે ખૂબ જરૂરીછે.

જો તમે એમ વિચારતા હશો કે આંખો બંધ કરતાં જ આપણા શરીરના બીજા અંગો પણ કામ કરવાનું બંધ કરી દે છે તો તમને જણાવી દઇએ કે આવું થતું નથી.

જ્યારે આપણી સુઇ જઇએ છીએ ત્યારે આપણા કેટલાક અંગ શરીરના વિષાયુક્ત પદાર્થોને સાફ કરવાનું કામ કરે છે જેથી સવારે ઉઠતાં જ આપણે હળવાશ અનુભવીએ છીએ. ઉંઘ લેવી ફક્ત આંતરિક અંગો માટે જરૂરી નથી પરંતુ ત્વચા માટે પણ આ ખૂબ ફાયદાકારક છે.

સ્વસ્થ જીવન માટે જેમ સારો ખોરાક જરૂરી છે તેમ સારી ઉંઘ લેવી પણ એટલી જ જરૂરી છે. સારી અને પૂરતી ઉંઘના અભાવે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જે લોકો નાઇટ શિફ્ટમાં નોકરી કરે છે તેમને હંમેશા સ્વાસ્થ્યને લગતી કોઇને કોઇ બિમારી રહે છે.

નાઇટ શિફ્ટ કરનારાઓની સ્વાસ્થ્ય સમસ્યાનું પ્રથમ લક્ષણ તેમના ચહેરા પર જોવા મળે છે. આવા લોકોના ચહેરા પર દાગા અને ડાર્ક સર્કલ જોવા મળે છે.

ઓછી અને અપૂરતી ઉંઘની અસર માનસિક સ્થિતિ પર પણ પડે છે. આ ઉપરાંત શરીરમાં દુખાવો, થાક, વજન વધવું અને તણાવ જેવી સમસ્યાઓ વધી જાય છે.

ડાયાબિટિસ
ઉંઘ પુરી ન થતાં શુગરથી ભરપૂર અને જંક ફૂડ ખાવાની ઇચ્છા વધી જાય છે. તેનાથી બ્લડ પ્રેશર અને ડાયાબિટિસ જેવી બિમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

ઓસ્ટિયોપોરોસિસ
અપૂરતી ઉંઘના લીધે હાડકાં નબળાં પડવાનું શરૂ થઇ જાય છે. આ ઉપરાંત હાડકાંમાં રહેલા મિનરલ્સનું સંતુલન પણ બગડી જાય છે. જેના લીધે સાંધાના દુખાવાની સમસ્યા પેદા થાય છે.

કેન્સર
ઘણા રિસર્ચ દરમિયાન એ વાત સામે આવી છે કે અપૂરતી ઉંઘના લીધે બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો વધી જાય છે. સાથે જ શરીરમાં કોશિકાઓને પણ ખૂબ નુકસાન થાય છે.

હાર્ટ એટેક
જ્યારે આપણે ઉંઘીએ છીએ ત્યારે તે સમય આપણા શરીરની આંતરિક મરામત અને સફાઇનો હોય છે પરંતુ ઉંઘ પૂરી ન થવાને લીધે શરીરના વિષાવક્ત પદાર્થ સાફ થઇ શકતા નથી અને જેના લીધે હાઇ બ્લડ પ્રેશની આશંકા વધી જાય છે. તેનાથે હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે.

માનસિક સ્થિતિ પર અસર
અપૂરતી ઉંઘની સીધી અસર આપણી માનસિક સ્થિતિ પર પણ પડે છે. જેટલો સમય આપણે ઉંઘીએ છીએ એટલીવારમાં આપણું મગજ પણ એક નવી ઉર્જા એકઠી કરી લે છે. પરંતુ ઉંઘ પૂરી ન થવાના લીધે આપણું મગજ ફ્રેશ થઇ શકતું નથી, જેના લીધે ઘણી માનસિક સમસ્યાઓ થાય છે અને ઘણીવાર યાદશક્તિને લગતી બિમારીઓ થાય છે.

You might also like