નબળી યાદશક્તિ બની શકે છે મોતનું કારણ!

અસ્વસ્થ જીનશૈલી જ નહીં પરંતુ યાદશક્તિ નબળી હોવી તે પણ કસમયે મૃત્યુના સંકેત આપે છે. આ મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિને કારણે પણ કસમયે મૃત્યુનો ખતરો તમારી પર આવી શકે છે. ખાસ કરીને મધ્યમ ઉંમરના અને વયોવૃદ્ધ ઉંમરમાં 6000થી પણ વધારે લોકો પર આ બાબતને લઇને સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં એ વાત સામે આવી છે કે યોગ્ય સ્વાસ્થ્ય હોય તો કસમયે મૃત્યુનો ખતરો ટાળી શકાય છે.

સ્વિઝરલેન્ડમાં યુનિવર્સિટી ઓફ જીનેવાના વૈજ્ઞાનિક સ્ટીફન એશ્લેના મતે મનોવૈજ્ઞાનિક બિમારીઓ કસમયે મૃત્યુને આમંત્રણ આપે છે. તેની સાથે જ તમાકુ ખાતા લોકો અને ધૂમ્રપાન કરતા લોકો પર પણ કસમયે મૃત્યુનો ખતરો વધી શકે છે. આ સંશોધનના નિષ્કર્ષને “સાઇકોલોજિકલ સાયન્સ” પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. સ્ટીફનનું કહેવું છે કે આ નિષ્કર્ષ કસમયે મોતના કારણો જાણવામાં અને તેનાથી સુરક્ષિત રહેવામાં મદદ કરશે.

 

You might also like