પાકિસ્તાને 6 મહિના બાદ ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, LoC પર સવારે કર્યું ફાયરિંગ

જમ્મૂ: પાકિસ્તાને ગત રાત્રે જમ્મૂના પૂંછમાં એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંખન કરતાં ધનાધન ફાયરીંગ કર્યું હતું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો. પઠાણકોટ હુમલા બાદ પાક સેનાએ પહેલીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.

રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેંટ કર્નલ મનીષ મહેતાએ જણાવ્યું હતું કે ‘’પાકિસ્તાની સેનાએ પૂંછ સેક્ટરમાં કોઇપણ જાતની ઉશ્કેરણી વિના ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ પૂંછ સેક્ટરના શાહપુર વિસ્તારમાં સ્વચાલિત હથિયારો વડે સવારે સાડા ચાર વાગે ગોળીબારી કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘અમારા સૈનિકોએ વળતો જવાબ આપ્યો હતો. અમારા સૌનિકોએ કોઇપણ પ્રકારનું નુકસાન થયું હોય કે તેમને ઇજા થઇ હોવાના કોઇ સમાચાર નથી.

લગભગ છ મહિનાથી એલઓસી પર શાંતિ હતી. પાકિસ્તાને આ પહેલાં છેલ્લે સપ્ટેમ્બરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ગત વર્ષે જુલાઇ થી સપ્ટેમ્બર વચ્ચે પાકિસ્તાન તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં લગભગ એક ડઝનથી વધુ લોકોના મોતન નિપજ્યાં હતા અને લગભગ ત્રણ ડઝનથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફે રશિયાના ઉફામાં આતંકવાદ સામે લડવાના મુદ્દે સહમતિ બનાવી હતી. ત્યારબાદ એક દિવસ બાદ 12 સપ્ટેમ્બરના રોજ બીએસએફના ડીજી અને ચેનાબ રેંજર્સ વચ્ચે બેઠકમાં યુદ્ધવિરામ પર સહમતિ બની હતી.

You might also like