પૂનમ પાંડેએ પોસ્ટ કર્યો બિભત્સ વિડીયો

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડે પોતાના વિવાદાસ્પદ વિડિયો તેમજ હોટ તસવીરો સોશિયલ મિડિયામાં પોસ્ટ કરવા માટે કુખ્યાત છે. હાલમાં પૂનમે પોતાનો એવો વિડિયો મૂક્યો છે જેણે બિભત્સતાની તમામ હદો પડતી મૂકી દીધી છે જેના કારણે તે વિવાદાસ્પદ સાબિત થયો છે. આ વિડિયોમાં પૂનમ અન્ય મોડેલ સાથે ‘Stone, Paper, Scissor’ ગેમ રમતી જોવા મળે છે. આ સીધીસાદી રમતને પોતાને પોતાની રીતે હોટ અને બોલ્ડ બનાવી દીધી છે.

આ ગેમમાં પૂનમે એક બોલ્ડ શરત મૂકી છે. એ શરત પ્રમાણે જે વ્યક્તિ ગેમમાં હારી જાય છે તેણે એક ચોંકાવનારું કા કરવાની હોય છે. મજાની વાત તો એ છે કે પૂનમ પાંડે આ ગેમમાં અનેકવાર જીતી હતી અને અનેકવાર હારી પણ હતી.

You might also like