ભાજપને વધુ એક ઝટકો, આપ પાર્ટીમાં જઇ શકે છે પૂનમ આઝાદ

નવી દિલ્હી: નવજોત સિંહ સિદ્ધૂ પછી આમ આદમી પાર્ટીથી ભાજપને વધુ એક ઝટકો પડી શકે છે. પાર્ટીમાંથી સસ્પેન્ડ સાંસદ કીર્તિ આઝાદની પત્ની અને દિલ્હી ભાજપના પ્રવક્તા પૂનમ આઝાદ આપમાં સમાવેશ કરી શકે છે. તેઓ દિલ્હી ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદને અરુણ જેટલી વિરુદ્ધ મોરચો કર્યો હોવાને કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આઝાદે ડીડીસીએમાં ગોટાળાને કારણે અરુણ જેટલી પર ઘણા આરોપ લગાવ્યા હતાં.

કાર્તિ આઝાદના ભાજપમાંથી સસ્પેન્ડ થયા પછી તેમની પત્નીએ કહ્યું હતું કે પાર્ટી તેમની પરિવાર સાથે અન્યાય કરી રહી છે. તેમણે સસ્પેન્ડ થયાના ચાર મહિના પછી એપ્રિલમાં કહ્યું હતું કે ભાદપ આ બાબતે પોતાનો જલ્દીથી નિર્ણય કરે, અથવા બીજા ઘણા વિકલ્પ પણ છે.

You might also like