સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ જાદુ તો છે જઃ પૂજા

મૂળ કર્ણાટકના ઉડ્ડીપી જિલ્લાની રહેવાસી અને મુંબઇમાં ઊછરેલી પૂજા હેગડેએ કરિયરની શરૂઆત તામિલ ફિલ્મ ‘મુગમુદી’થી કરી હતી. ત્યારબાદ તે ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મમાં જોવા મળી. તેણે આશુતોષ ગોવા‌િરકર નિર્દે‌િશત ફિલ્મ ‘મોહેંજો દડો’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી. આ ફિલ્મ ન ચાલી, પરંતુ પૂજાને જરૂર પસંદ કરાઇ. તે કહે છે, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે જોડાયેલું નથી. મારાં માતા-પિતા એડ્વોકેટ છે અને તેમણે એમબીએ કર્યું છે.

મેં ખુદ મુંબઇ યુનિવર્સિટીમાં કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. હું અભ્યાસ સાથે મોડલિંગ કરતી હતી. રણબીર કપૂર સાથે એક એડ્માં કામ કર્યું. આ જ કારણ હતું કે આગળ જતાં જ્યારે હું ફિલ્મોમાં આવી ત્યારે મારા પરિવારનું રિએકશન પોઝિટીવ રહ્યું. બધાંએ મને ખૂબ સપોર્ટ કર્યો.

દક્ષિણ ભારતીય ફિલ્મો કર્યા બાદ બોલિવૂડમાં આવવાનું કારણ શું રહ્યું તે અંગે વાત કરતાં પૂજા કહે છે કે બોલિવૂડની હાલની સફળ અભિનેત્રીઓ દી‌િપકા પદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, કેટરીના કૈફ વગેરેએ પોતાની કારકિર્દીની શરૂઆત દક્ષિણ ભારતીય ફિલ્મોથી જ કરી હતી. કદાચ દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇ જાદુ છે, જે બોલિવૂડ પહેલાં કલાકારોને પોતાના તરફ ખેંચે છે. આગામી પ્રોજેક્ટમાં પૂજા પાસે ‘રેસ-૩’ ફિલ્મ છે.
આ ફિલ્મમાં તે મોટા સ્ટાર્સ સાથે કામ કરી રહી છે. •

You might also like