લોકોનો ક્રેઝી લવ મારો દિવસ સુધારે છેઃ પૂજા હેગડે

બોલિવૂડમાં આવતાં પહેલાં પૂજા હેગડેએ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ખાસ્સું નામ કમાયું. ત્યાં તેના ફેન્સની સંખ્યા પણ વધુ હતી. તાજેતરમાં તેના એક ફેને પૂજાના નામનું ટેટુ પોતાના હાથ પર કરાવ્યું. આ અંગે સૂત્રોનું કહેવું છે કે ઘણી વાર ફેન્સ પોતાના ફેવરિટ સ્ટાર માટે કંઇક ને કંઇક સ્પેશિયલ કરવાની કોશિશ કરતા હોય છે.

બીજી તરફ પૂજા જેવા સ્ટાર પોતાના ફેન્સ સાથે ભાવનાત્મક સંબંધો રાખવાનું પસંદ કરે છે. પૂજાએ આ ટેટુ જોયા બાદ પોતાની ફેન્સ ક્લબનો ધન્યવાદ માન્યો અને સોશિયલ મીડિયા પર લખ્યું કે તમારા લોકોનો ક્રેઝી લવ મારા ખરાબ દિવસોને પણ સારો બનાવે છે અને મને વધુ સારું કામ કરવા પ્રેરણા આપે છે. મારા તરફથી પણ તમને ઘણો બધો પ્રેમ.

ફિલ્મ ‘મોહેંજો દરો’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી પૂજા અત્યાર સુધી ઋત્વિક રોશનથી લઇને તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર અલુ અર્જુન સાથે કામ કરી ચૂકી છે. ખૂબ જ જલદી તે સાજિદ નડિયાદવાલાની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘હાઉસફૂલ-૪’માં જોવા મળશે.

‘હાઉસફૂલ-૪’ દ્વારા પૂજા પહેલી વાર કોઇ કોમેડી ફિલ્મમાં એન્ટ્રી કરશે. હાલમાં તે એ વાતને લઇ નર્વસ અને ઉત્સાહી પણ છે કે અક્ષય અને રીતેશ જેવા સિનિયર સ્ટાર સાથે કામ કરવાનો તેને મોકો મળશે. આ અંગે પૂછતાં પૂજા કહે છે કે લોકોને હસાવવા ખૂબ જ અઘરું કામ હોય છે. આ મારી પહેલી કોમેડી ફિલ્મ હશે, છતાં પણ સારા એક્ટર્સથી સજેલી આ ફિલ્મમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઇચ્છીશ. •

You might also like