અાશા અમર છેઃ પૂજા હેગડે

મોહેંજો દરોથી બોલિવૂડમાં કાર‌િકર્દી શરૂ કરનાર પૂજા હેગડેની પહેલી ફિલ્મ ભલે ફ્લોપ ગઈ હોય, પરંતુ તે હિંમત હારી નથી. તે કહે છે કે મને અાશા છે કે બોલિવૂડમાં ફિલ્મો ચોક્કસ મળશે. મેં હજુ સુધી અાશાઅોનો સાથ છોડ્યો નથી. હજુ પણ અાશાનું િકરણ ઝળહળે છે. અાગળ જતાં મને કોઈ રોમાંચક પ્રસ્તાવ મળશે તો હું ચોક્કસ બોલિવૂડમાં કામ કરવાનું પસંદ કરીશ, પરંતુ રાહ જોઈને ખાલી સમય બરબાદ કરવાનું મને પોષાય તેમ નથી. અામ િવચારીને પૂજા દક્ષિણ તરફ પાછી વળી છે.
પૂજાને દક્ષિણમાં બે નવી ફિલ્મોમાં કામ કરવાનો મોકો પણ મળી ગયો છે. તે કહે છે કે અહીં અેક ફિલ્મનું શૂટિંગ પણ થઈ ગયું છે. ‘મોહેંજો દરો’ની નિષ્ફળતાથી હું પરેશાન થઈ નથી. મારા િવશ્વાસમાં કોઈ ફરક અાવ્યો નથી.
તે કહે છે કે જો હું અાખી જિંદગી એક જ ટાઈપનું સિનેમા પસંદ કરતી રહીશ તો હું બોર થઈ જઈશ. તેથી હું મારી જાતને કોઈ એક જ જગ્યાઅે કેદ કરીને રાખવા ઇચ્છતી નથી. હું ઇચ્છું છું કે મને સારી ફિલ્મો મળે અને હું સારા કામની બેન્ક બનાવવા ઇચ્છું છું. હું ઇચ્છું છું કે લોકો મારા કામનાં વખાણ કરે. •
http://sambhaavnews.com/

You might also like