જેકી શ્રોફ ‘જિસ્મ 3’માં કામ કરશે.

મુંબઇ: બોલીવુડની જાણીતી ફિલ્મકાર અને અભિનેત્રી પૂજા ભટ્ટ હવે જિસ્મ 3 બનાવા જઇ રહી છે. પૂજા ભટ્ટે  પહેલા બિપાશા બાસુ અને જ્હોન અબ્રાહમને લઇને જિસ્મ બનાવી હતી. તેના પછી પૂજા ભટ્ટે તેનો બીજો બાગ જિસ્મ 2 બનાવી હતી. જિસ્મ 2 થી પૂજા ભટ્ટે સની લિયોનને લોન્ચ કરી હતી. પૂજા ભટ્ટ હવે જિસ્મ 3 બનાવા જઇ રહી છે.

પૂજા ભટ્ટનું કહેવું છે કે જિસ્મ સિરીઝની ત્રીજી ફિલ્મ સૌથી બોલ્ડ હશે. જાણવા મળ્યું છે કે જિસ્મ 3 માં અલગ અલગ ઉંમરના 3 હીરો હશે. આ ફિલ્મમાં હીરો 50 વર્ષ, 30 વર્ષ અને 20 વર્ષનો હશે. 50 વર્ષની ઉંમર વાળા અભિનેતા તરીકે જેકી શ્રોફની પસંદગી કરવામાં આવી છે. પૂજાનું માનવું છે કે જેકી શ્રોફ તે રોલ માટે સૌથી ફીટ છે. જેકી શ્રોફનું કહેવું છે કે તેમના ચાહકો તેમને ‘જિસ્મ 3’માં જોઇને ચોંકી જશે.

You might also like