તળાવમાં ડૂબી જવાથી એક સાથે ત્રણ બહેનોનાં મોત થતાં અરેરાટી

અમદાવાદ: કચ્છના લખપત તાલુકાના સાંદ્રોવાંઢ ગામના એક તળાવમાં ડૂબી જવાથી એક સાથે ત્રણ બહેનોનાં મોત થતાં ગામમાં શોખની લાગણી જન્મી છે.

અા અંગેની વિગત એવી છે કે લખપત તાલુકાના સાંદ્રોવાંઢ ગામે રહેતા જત રશીદ હાજી અબ્દેમાનની બે પુત્રીઓ તથા પિતરાઈ બહેન ગામથી ૫૦૦ મીટરના અંતરે અાવેલા તળાવમાં પાણી ભરવા માટે ગઈ હતી. પાણી ભરતી વખતે ચિકણી માટીના કારણે પગ લપસતા ૯ વર્ષની બાયા રશીદ જત, પાંચ વર્ષની નિયામત રશીદ જત તેમજ ૯ વર્ષની અમના નામની ત્રણેય બાળકીનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. મોડી સાંજ સુધી અા ત્રણેય બહેનો ઘરે પરત ન અાવતા શોધખોળ શરૂ કરવામાં અાવી હતી. દરમિયાનમાં મોડી રાતે ફાયરબ્રિગેડના જવાનોએ ત્રણેય બાળકીઓનાં મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી અાપ્યા હતા. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like