૧પ માર્ચ પછી રાજધાની દિલ્હીમાં પ્રદૂષણવાળી ઇન્ડસ્ટ્રીઝ નહીં ચાલે

માર્ચ ર૦૧૮ બાદ નવી દિલ્હીમાં તમામ ઇન્ડસ્ટ્રીઝ કલીન ફયુઅલથી ચાલશે. સીપીસીબીએ પ્રદૂષણ ઘટાડવા માટે નોટિસ મોકલવાનું કામ શરૂ કરી દીધું છે.  ઇન્ડસ્ટ્રીઝ દિલ્હીમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ છે. સીપીસીબીના જણાવ્યા અનુસાર દિલ્હીની આસપાસ ૭૦૦થી વધુ ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ પીએનજીના બદલે પ્રદૂષણ ફેલાવનાર ફયુઅલનો ઉપયોગ કરે છે.

આ ઇન્ડસ્ટ્રીઝ ડીઝલ અને કોલસાને લઇને ઘણાં એવાં ફયુુઅલનો ઉપયોગ કરી રહી છે જે ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે. આ ઉપરાંત દિલ્હીના ઘણા રેસિડેન્સિયલ વિસ્તારોમાં ગેરકાયદે ઇન્ડસ્ટ્રીઝ ચાલવાની ફરિયાદો પણ મળતી રહી છે. તેનો સીપીસીબી પાસે રેકોર્ડ નથી. સીપીસીબીના જણાવ્યા મુજબ તમામ ઇન્ડસ્ટ્રીઝને આદેશ અપાયા છે કે તેઓ ૧પ માર્ચ સુધી પીએનજીમાં કન્વર્ટ થઇ જાય નહીં તો ઇન્ડસ્ટ્રીઝ બંધ કરી દે.

દિલ્હીમાં પ્રદૂષણથી ચાલનાર ઇન્ડસ્ટ્રીઝને ૧પ માર્ચ પછી ચાલવા દેવાશે નહીં અને જો ચાલશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સીપીસીબીએ ગેઇલ અને ઇન્દ્રપ્રસ્થ ગેસ લિ.ને પણ આ વાત કહી છે અને એવું કહેવાઇ રહ્યું છે કે ઇન્ડસ્ટ્રીઝને પીએનજીમાં કન્વર્ટ થવા માટે સહયોગ કરે.

સીપીસીબીનાં આ પગલાંનું ઇટીસીએ પણ સ્વાગત કર્યું છે અને એનસીઆરના બાકીનાં શહેરોને પણ આ પ્રકારના પગલાં ભરવાનું કહેવાયું છે. તેમણે એમ પણ કહ્યું છે કે એનસીઆરના શહેરોમાં ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ ખરાબ ફયુઅલનો ઉપયોગ કરે છે.

You might also like