ટ્રાફિકવાળા રસ્તાઓ પરથી પસાર થતા તમારા બાળકને રોકો, થઈ શકે છે ગંભીર બીમારી…

 

એક નવી શોધમાં જાણકારી મેળવવામાં આવી છે કે વ્યસ્ત રસ્તાઓ તેમજ ખેલકુદના મેદાન આસપાસ રહેનાર બાળકોમાં કેટલીકવાર અસ્થમાં અટેકની બીમારી જોવા મળે છે, ટ્રાફિક સંબંધિત પ્રદુષણ અને લાંબાસમય સુધી ધુળના સંપર્કમાં આવનાર બાળકોમાં અસ્થમાંના લક્ષણો જોવા મળતા હોય છે.

બેથ ઈઝરાઈલ ડેકોનેસ મેડિકલ સેંટર દ્વારા કરવામાં આવેલી એક શોધ પ્રમાણે , ફુટબોલના મેદાન અને મુખ્ય રસ્તાઓની પાસે રહેનાર બાળકોમાં અન્ય બાળકોની સરખામણીમાં અસ્થમાંની અસર લગભગ ત્રણ ઘણી વધુ જોવા મળે છે. તેમ છતા 7 થી 10 વર્ષની ઉમરના બાળકોમાં અસ્થમાની અસર છોકરીઓમાં વધુ જોવા મળતી હોય છે.

 

You might also like