દલિત વિદ્યાર્થીની આત્મહત્યાના મુદ્દે રાજકારણ ગરમાયું, હૈદ્વાબાદથી દિલ્હી સુધી વિરોધ-પ્રદર્શન

નવી દિલ્હી: હૈદ્વાબાદ યૂનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થીની આત્મહત્યાના મામલે રાજકારણમાં જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેય પર લાગેલા આરોપોને લઇને મોદી સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. તો બીજી તરફ હૈદ્વાબાદમાં વિદ્યાર્થી સંગઠનો પણ વિરોધ-પ્રદર્શન તેજ કરી રહ્યાં છે.

કેન્દ્રીય મંત્રી પર આરોપો લાગ્યા બાદ કોંગ્રેસ મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે. કોંગ્રેસે સરકારને દલિત વિરોધી ગણાવતાં બંડારૂ દત્તાત્રેયનું રાજીનામું માંગ્યું છે. સીપીએમે પણ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. વાઇએસઆર કોંગ્રેસે સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોપવાની માંગણી કરી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આ ઘટનાને લોકતંત્રની હત્યા ગણાવતાં બંડારૂ દત્તાત્રેયને સસ્પેંડ કરવાની માંગ્ણી કરી છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે ‘આ આત્મહત્યા નહી હત્યા છે, આ લોકતંત્ર સોશિયલ જસ્ટિસ અને સમાનતાની હત્યા છે. મોદીજીને પોતાના મંત્રીને સસ્પેંડ કરી દેશની માફી માંગવી જોઇએ.’

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હૈદ્વાબાદ જઇ રહ્યાં છે. તે યૂનિવર્સિટીની મુલાકાત લઇ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે. તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ પણ સાથે રહેશે.

દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાએ આ કેસમાં કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેય, ભાજપ એમએલસી રામચંદ્ર રાવ અને યૂનિવર્સિટીના કુલપતિ સહિત 4 લોકો વિરૂદ્ધ કેસ દાખલ છે.

દત્તાત્રેય પર વિદ્યાર્થીને આત્મહત્યા માટે ઉશ્કેરવા અને એસસી/એસટી એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. કેન્દ્રીય મંત્રી અને કુલપતિને દૂર કરવા માટે હૈદ્વાબાદ અને દિલ્હીમાં જોરદાર પ્રદર્શન થયા. કેન્દ્રીય શ્રમ મંત્રી બંડારૂ પર આરોપ છે કે તેમના કહેવા પર દલિત વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે બંડારૂએ આ આરોપોને નકારી કાઢ્યા છે. બંડારૂએ એબીવીપી વિદ્યાર્થી સાથે મારઝૂડના મામલે ગત ઓગષ્ટમાં એચઆરડી મિનિસ્ટર સ્મૃતિ ઇરાનીને પત્ર લખીને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાએદ રોહિત સહિત 5 વિદ્યાર્થીને સસ્પેંડ કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય સામાજિક ન્યાય તથા અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે કહ્યું હતું કે હૈદ્વાબાદમાં દલિત વિદ્યાર્થીની આત્મહત્યાના મામલે માહિતી એકઠી કરવામાં આવી રહી છે અને આ મામલે ન્યાય સુનિશ્વિત કરવામાં આવશે. દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની લાશ યૂનિવર્સિટીની હોસ્ટેલજ્ના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી, ત્યારબાદ વ્યાપક વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા હતા.

You might also like