કોંગ્રેસ સામે રાજનીતિ કરવાના આક્ષેપ બદલ ભાજપ માફી માગેઃ મોઢવાડિયા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૦૧થી ૨૦૧૫ સુધીમાં ચાર વખત પસાર કરાવીને ગુજરાતની ભાજપ સરકારના ‘ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠીત ગુન્હા નિવારણ વિધેયક-૨૦૧૫” (ગુજસીટોક બિલ)ને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાયું હતું. પરંતુ આ વિધેયકની અમુક જોગવાઈઓ અસંવૈધાનિક તથા ગેરકાનુની હોવાના કારણે ભારત સરકાર અને રાષ્ટ્રપતિએ પરત મોકલ્યું હતું.

તે જ રીતે આજે ૨૦૧૫માં પસાર કરેલ આ જ વિધેયકને કેન્દ્રના ગૃહ મંત્રાલયે પરત મોકલતાં સદરહુ ઘટનાને ‘નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારે પસાર કરેલ વિધેયકને નરેન્દ્ર મોદીની ભારત સરકારે અસ્વીકાર કરીને નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારને માથે લપડાક લગાવી છે” તેવા વ્યંગ્ય સાથે આ વિધેયક ઉપર સતત ૧૫ વર્ષ સુધી કોંગ્રેસ સામે રાજનીતિ કરવાના આક્ષેપો માટે વડાપ્રધાન અને ભાજપ માફી માંગે તેવી માંગણી ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કરી હતી.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારે ૨૬-૧૨-૨૦૦૧માં સદરહુ બિલ ગુજરાત સંગઠીત ગુન્હા નિવારણ વિધેયક-૨૦૦૧ના નામે બિલ પસાર કરાવીને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલ્યું હતું. પરંતુ જેતે વખતે ભારત સરકારના ગૃહમંત્રી એલ. કે. અડવાણીના તાબા હેઠળના ગૃહ મંત્રાલયે સદરહુ બિલની, નાગરિકોના ટેલિફોન આંતરવાની, આરોપીઓના પોલીસ અધિકારીઓ સમક્ષના નિવેદનોને કોર્ટ સમક્ષના નિવેદનો ગણવા સહિતની જોગવાઈઓને ગેરબંધારણીય તથા ગેરકાનુની ગણાવી અને સદરહુ વિધેયક પરત કર્યું હતું.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તથા અમિત શાહે દેશની પ્રજાની માફી માંગવી જોઈએ. કારણ કે, ત્રણેય મહાનુભાવોએ વિધાનસભામાં  પ્રજાની માફી માંગવી જોઈએ

You might also like