દેશનો સૌથી મોટો દલિત નેતા, જેને ઈન્દિરા ગાંધીને 1977માં ચૂંટણી હરાવી દીધી હતી

દેશના સૌથી મોટા દલિત નેતાઓનો ઉલ્લેખ થાય છે ત્યારે સૌથી પહેલુ નામ ડૅા. ભીમરાવ આંબેડકરનું આવે છે. પરંતુ હજુ એક નેતા પણ છે, જે દેશની આઝાદી સાથે દલિત રાજનીતિનો દેશમાં પોસ્ટર બોય બની ગયો હતો. આ નેતાના નામે સતત 50 વર્ષ સુધી દેશની સંસદમાં બેસવાનો રીકોર્ડ છે. આ નેતાના નામે સૌથી વધારે વર્ષ સુધી કેબિનેટ મંત્રી બની રહેવાનો રેકોર્ડ છે. આ નેતા વિશે ઈસ્ટર્ન કંમાડના લેફ્ટિનેન્ટ જૈકબે પોતાના મેમોરાઈટ્સમાં લખ્યું છે કે ભારતને તેમનાથી સારો રક્ષા મંત્રી ક્યારેય નહી મળી શકે. આ નેતા બે વખત પ્રધાનમંત્રીની ખુર્શીની સૌથી નજીક પહોંચીને પણ ક્યારેય પ્રધાનમંત્રી ન બની શક્યા.

નામ:બાબૂ જગજીવન રામ


બાબૂ જગજીવન રામને એટલે યાદ કરીએ છીએ કારણ કે 5 એપ્રિલે તેમનો જન્મદિવસ હતો. 1908માં બિહારના ભોજપુરમાં જન્મેલો જગજીવન ડૅા,આંબેડકરને કોંગ્રેસનો જવાબ હતો. 1946ની વચગાળાની સરકારમાં પંડિત નેહરૂએ તેમને લેબર મિનિસ્ટર બનાયા હતા, જે તે કેબિનેટમાં સૌથી ઓછી વય વાળો સભ્ય હતો. સંસદમાં બેસવાનો તેમનો સમય 6 જૂલાઈ 1986માં તેમના નિધન સાથે જ પૂર્ણ થયું.

તો આવો જાણીયે બાબૂ જગજીવન રામના રાજનીતિ જીવનના રોમાંચક કિસ્સાઓ

1.જ્યારે શાળામાં દલિતો માટે મૂકાયેલો ઘડો તેમને ફોડી નાખ્યો

જગજીવન રામ હવે આરામાં રહેતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક દિવસ શાળાના ઘડામાંથી પાણી પી લીધુ. આ તે દિવસોની વાત છે જ્યારે શાળા, રેલ્વે સ્ટેશન કે કોઈ પણ સાર્વજનીક જગ્યાઓ પર બે ઘડા મૂકવામાં આવતા હતા. એક હિન્દુઓ માટે અને બીજુ મુસ્લિમો માટે. જગજીવનના પાણી પીવાની વાત અધ્યાપક સુધી પહોંચી કે એક અછૂત છોકરાએ હિન્દુઓના ઘડામાંથી પાણી પી લીધુ.

અધ્યાપક સાહેબ પણ એવા કે તેમને શાળામાં ત્રીજો ઘડો મૂકાવી દીધો, આ ત્રીજો ઘડો દલિતો માટે હતો. જગજીવન રામે તે ઘડો ફોડી નાખ્યો. નવો ઘડો મૂકવામાં આવ્યો ત્યારે જગજીવને ફરી ઘડો તોડી નાખ્યો. ત્યારે જઈને અધ્યાપકનુ મગજ ચાલ્યુ ને તેને અછૂતો માટે અલગ ઘડો મૂકાવાનુ બંધ કર્યુ.

2.BHUમાં ભણતી વખતે ગાજીપુરથી વાળંદ વાળ કાપવા આવતો હતો

આ કિસ્સાઓની શરૂઆત પણ આરામાં શાળામાં ભણતા સમય જ થઈ છે. એક દિવસ તેમની શાળાના કાર્યક્રમમાં હાજર રહેવા આયા મહાન મદન મોહન માલવીય. એજ માલવીય, જેને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. જગજીવને માલીયના સ્વાગતમાં એક ભાષણ આપ્યુ. માલવીય તેમના ભાષણથી એટલા પ્રસન્ન થયા કે તેમને જગજીવનને BHUમાં ભણવા માટે આમંત્રિત કર્યા.

જગજીવન BHU પહેંચ્યા, તો ત્યાં બે વસ્તુઓએ તેમનુ સ્વાગત કર્યુ. પહેલી બિરલા સ્કોલરશિપ અને બીજુ ત્યાનો ભારી ભેદભાવ. તેમને ક્લાસમાં દાખલો મળી ગયો હતો, પરંતુ સમાજમાં બરાબરી નતી મળી. મેસમાં બેસવાની પરવાનગી હતી, પરંતુ તેમને કોઈ ખાવાનું પીરસવા રાજી ન હતુ. આખા બનારસમાં તેમના વાળ કાપવા કોઈ રાજ ન હતુ. આવામાં ગાજીપુરથી એક વાળંદ તેમના વાળ કાપવા આવતો હતો.

3.ખરાબ સમયમાં ઈન્દિરાની સાથે બન્યા રહ્યા, પછી ચૂંટણી હરાવી દીધી

25 જૂન 1975એ ઈલાહાબાદની હાઈકોર્ટ બેંચના જસ્ટિસ સિંહાએ ફેસલો સંભળાવ્યો કે રાયબરેલીથી ઈન્દિરા ગાંધીની ચૂંટણી અયોગ્ય છે. આ રાજનારાયણની પીટીશન પર સંભળાયેલો ફેસલો હતો, જેમા જો ઈન્દિરા ગાંધી દોષી નિકડેત તો તેમના પર 6 વર્ષ સુધી લોકસભાની ચૂંટણી લડવા પર રોક લાગી જાત. આ ખરાબ સમય હતો, પરંતુ તે ઈન્દિરા સાથે બન્યા રહ્યા. ઈન્દિરાને પણ જગજીવનની તાકાત અને આવડત પર ભરોસો હતો, જેના કારણે ઈન્દિરાએ જગજીવનને કોંગ્રેસનો પ્રથમ અધ્યક્ષ બનાવ્યો. આથી દલિતોને સંદેશો પહોંચે કે ઈન્દિરા તેમની સાથે છે.


તે પછી ઈન્દિરા પરના કેસ પરથી જગજીવનને લાગ્યુ કે ઈન્દિરા તેમને સત્તાની ચાવી સોંપી દેશે, કારણ કે તે તેમની માટે કોઈ રાજનીતિક સમસ્યા મહી ઉભી કરે. પરંતુ સિદ્ધાર્થ શંકર રે અને સંજય ગાંધીના સલાહથી ઈન્દિરાએ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદને સંવિધાનમાંથી એક ક્લોસનો હવાલો આપતા ઈમરજન્સીનો એલાન કરી દીધો. જગજીવનના હાથ ચાવી તો ન લાગી પરંતુ તે કેબિનેટમાં બન્યા રહ્યા. ઈમનજન્સી પત્યા બાદ 23 જનવરી 1977એ ચૂંટણીની ઘોષણા થઈ. જો કે, ત્યાર સુધી ન તો ઈન્દિરા ગાંધીને હારવાની શંકા હતી અને ન જનતા પાર્ટીને જીતવાની ઉમ્મીદ.

જો કે ફરવરી 1977માં જગજીવન રામે એકદમ જ કોંગ્રેસ છોડી દીધુ. પહેલા તેમને પોતાની પાર્ટી બનાવી ‘કોંગ્રેસ ફોર ડેમોક્રેસી’ એને પછી જનતા પાર્ટી સાથે ચૂંટણી લડવાનો એલાન કરી દીધુ. જગજીવન રામના આ ફેસલાથી ઈન્દિરાના વિરોધીઓમાં ઉમંગનો માહોલ થઈ ગયો હતો. જે લોકોના સુર નીચા હતા તેમના પણ સુર ઉઠવા લાગ્યા. જનતા પાર્ટીને પણ ખબર હતી કે જગજીવન રામના મદદથી તેમને બહુ મોટી દલિક બેન્ક મળશે. ઈન્દિરાને પણ ખુર્શી જવાનો ભય દેખાઈ રહ્યા હતો. ચૂંટણીના પરિણામો પણ એવાજ કઈક આવ્યા. એટલી પણ વાતોએ ગરમાવો લીધેલો કે હવે જગજીવન રામ આખરે પ્રધાનમંત્રી બનશે, પરંતુ ત્યારે પણ મોરારજી દેસાઈએ બાજી મારી લીધી.

 

4.જ્યારે જેપીના હાથ જોડવા પહેલા જગજીવનનું દિલ ભરાઈ આવ્યુ

બાબૂ જગજીવન રામને પ્રધાનમંત્રીની ખુર્શી પર બેસવાની તીવ્ર ઈચ્છા હતી. તેમને એ વાત ખટકતી હતી કે જે પાર્ટીના સૌથી વધારે સંસદ ઉત્તર ભારતથી જીત્યા છે ત્યા કોઈ ગુજરાતી આગેવાની કઈ રીતે કરી શકે. ત્યારે પ્રધાનમંત્રી પદ માટે ત્રણ નામ ચર્ચિત હતા-દેલાઈ, જગજીવન અને ચો.ચરણ સિંહ. પરંતુ જયપ્રકાશના સલાહ બાદ મોરારજી દેસાઈને પ્રધાનમંત્રી બનાવાયા.આ વાત ઉપર જગજીવન રામ એટલા નારાજ થયા કે તેમને દેસાઈની કેબીનેટમાં સમાવેશ કરવાથી ના પાડી દીધી અને શપથ-ગ્રહણ સમારોહમાં પણ ભાગ ન લીધો.
જયપ્રકાશ જગજીવનને મળ્યા. તેમને કેબિનેટમાં સમાવેશ કરવા બહુ આજીજી કરી. જેપીને ફક્ત જગજીવન સામે હાથ જોડવાના જ રહ્યા હતા. ત્યારે જગજીવનનું દિલ ભરાઈ આવ્યુ. બધાને ખબર હતી કે જેપીના નિર્ણય સાચા-ખોટા હોઈ શકે પરંતુ તેમનામાં કોઈ પણ જાતનો વ્યક્તિગત લોભ નથી. આ જ કારણોસર તે કેબિનેટમાં બેસવા માની ગયા. તેમને રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યો હતો.

 

5. જ્યારે બાબૂએ ‘બોબી’ને હરાવ્યા

1970માં રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ રીલીઝ થઈ હતી. આમાં રાજ કપૂરે તેની બધી જ મિલકત લગાવી દીધી હતી અને દેવુ પણ લીધુ હતુ. ફિલ્મ ફ્લોપ થઈ ગઈ અને રાજ કપૂર બર્બાદી તરફ જઈ રહ્યો હતો. તે પછી તેમને એક નાના ડિસ્ટ્રીબ્યૂટર ચુન્નીભાઈ કપાડિયાની દિકરી ડિંપલ કપાડિયા અને તેમના પુત્ર ઋષિ કપૂરની જોડે એક ફિલ્મ બનાવી ‘બોબી’. 1973માં આ રીલીઝ થઈ અને પોતાના કંટેન્ટ પર હિટ થઈ ગઈ.

 
આ એ સમય હતો જ્યારે લોકો સુધી ફિલ્મો બહુ જ મુશ્કેલીથી પહોંચતી હતી. 1977ની ચૂંટણી પહેલા દિલ્લીના રામલીલા મેદાનમાં ઈન્દિરાની વિપક્ષી પાર્ટીઓના નેતાઓની એક મોટી જનસભા હતી. પણ આ રેલીમાં લોકોને જવાથી રોકવા માટે સંજય ગાંધીએ તેમના કરીબી અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લાએ રેલી વાળા દિવસે જ ટીવી પર ‘બોબી’ દેખાડવાનો નિર્ણય લીધો. પરંતુ શુક્લા ખોટા સાબિત થયા. રેલીમાં ભારે તાદાદમાં લોકો જોડાયા અને વરસાદ પડવા છતા લોકો છતરી લઈને ઉભા રહ્યા. બીજા દિવસે છાપાઓમાં સમાચાર આવ્યા કે ‘Babu beats Bobby’

You might also like