AIADMKમાં સત્તાની ઉથલપાથલ, પાર્ટીમાંથી શશિકલા અને દિનાકરનની હકાલપટ્ટી

તમિલનાડુઃ તમિલનાડુની રાજનીતિમાં રોચક વળાંક જોવા મળ્યો છે. પાર્ટીના નેતા શશિકલા વિરૂદ્ધ મંગળવારે તેમના કેટલાક વિશ્વાસપાત્રોએ મુખ્યમંત્રી એ.કે. પલાનિસ્વામીના નેતૃત્વમાં બગાવત કરી છે. તેમણે પાર્ટી અને સરકારમાંથી શશિકલાના પરિવારજનોને અલગ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય પાર્ટીમાં વિદ્રોહી જૂથની આગેવાની કરી રહેલા પનીરસેલ્વમ તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે.

રાજ્યના નાણામંત્રી ડી જયકુમારને સીએમ પલાનિસ્વામીની અધ્યક્ષતા અને અન્ય મંત્રીઓની હાજરીમાં થયેલ મહત્વની બેઠકમાં માહિતી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરન અને તેમના પરિવારને પાર્ટી તથા સરકારથી અલગ કરવા માટે સર્વસંમત્તિ પ્રાપ્ત થઇ છે.

પાર્ટીના સામાન્ય કાર્યકર્તાઓ જિલ્લા સચિવો વિધાયકો અને મંત્રિયોની આજ ઇચ્છા છે. તેમણે કહ્યું છે કે સીધા શબ્દોમાં કહી તો લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ ઇચ્છે છે કે દિનાકરન અને તેમના પરિવારને અલગ રાખવામાં આવે. પાર્ટી અને સરકાર તેમના વગર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પલાનિસ્વામી પણ તેમના આ નિર્ણય સાથે છે.

http://sambhaavnews.com/

You might also like