છત્તીસગઢમાં ગત વર્ષે યોજાયેલી પેટા ચૂંટણીમાં ફિકિસંગનો પર્દાફાશ

રાયપુર: છત્તીસગઢમાં એક વર્ષ પૂર્વે યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં એ વખતે ભાજપનો વિજય થયો હતો. જયારે કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. રાજયના મોટા નેતાઓ વચ્ચે ફોન પર થયેલા વાતચીતની કેટલીક ટેપ સામે આવી છે. જેના તેવી શંકા વ્યકત કરવામાં આવી રહી છે કે ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચવા માટે પૈસાની લેવડદેવડ કરી હતી.

એક અંગ્રેજી અખબાર પાસે કેટલીક ફોન ટેપ આવી છે જેમાં પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગી, તેમના પુત્ર અમિત જોગી અને છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહના જમાઈ પુનિત ગુપ્તા વચ્ચે થયેલી વાતચીત ઉપરાંત પોતાની ઉમેદવારી પાછી ખેંચનાર કોંગ્રેસ ઉમેદવાર મંતુરામ પવાર અને જોગીના જૂના વફાદાર સાથી ફિરોઝ સિદ્દિકી સાથેની વાતચીતનું ફોન રેકોર્ડિંગ છે. હવે બીજેપીમાં આવી ચૂકેલા પવાર અને સિદ્દિકી વચ્ચેની વાતચીત, સિદ્દિકી અને જોગીના એક વધુ વફાદાર અમીન મેનનનીવાતચીત, અમિત જોગી અને સિદ્દિકી વચ્ચે થયેલી વાતચીતની પણ ટેપ છે. આમાંની મોટાભાગની વાતચીત ઓગસ્ટ ૨૦૧૪માં મતદાનના દિવસે થઈ હતી.

જોગીના વફાદાર ફિરોઝ સિદ્દિકીએ એવો ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે કે કોંગ્રેસના ઉમેદવાર મંતુરામ પવારને ઉમેદવારી પાછી ખેંચાવાના બદલામાં એક ડીલ થઈ હતી. અમિત જોગીએ અનેક વાયદા કર્યા હતા. પવારે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જોગીના પરિવારે મને રૂ. ૩.૫ કરોડ આપ્યા હતા અને આ રકમ અમીન મેનને આપી હતી. મંતુરામે ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ તરત કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપે તેમના ઉમેદવારને ખરીદી લીધા છે. આ ઉપરાંત કોંગ્રેસે આ ચૂંટણી રદ કરવા ચૂંટણીપંચને અનુરોધ કર્યો હતો. આ મામલાનો પર્દાફાશ થયા બાદ બંને લોકોએ એવી કબૂલાત કરી છે કે ટેપમાં તેમનો જ અવાજ છે. જોગીના જૂના વફાદાર ફિરોઝ સિદ્દિકીએ પણ સ્વીકાર્યું છે કે રેકોર્ડિંગમાં તેનો જ અવાજ છે.

તેમણે જણાવ્યું હતું કે હા આ મારો જ અવાજ છે. અંતાગઢ પેટા ચૂંટણી પહેલાં મેં અમિત જોગી, અમીન મેનન અને અંતુરામ પવાર સાથે વાતચીત કરી હતી. ચૂંટણી મેનેજ કરીને પવારની ઉમેદવારી પાછી ખેંચાવાના એક યોજના હતી. તેમણે અંતિમ તારીખના એક દિવસ અગાઉ પોતાનું નામ પાછું ખેંચી લીધુંહતું. હું રાયપુરથી જોગી પરવાર વતી કામ કરી રહ્યો હતો.

You might also like