બાબરી મસ્જીદ મુદ્દે કેન્દ્રની રાવ સરકારે કરી હતી ગંભીર રાજનીતિક ભુલ : ચિદંમ્બર

મુંબઇ : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદંબરમે રવિવારે કહ્યું કે નરસિમ્હા રાવ સરકારે બાબરી મસ્જિદ મુદ્દાને કેન્દ્ર સરકારના નિયંત્રણમાં ન લાવીને ઘાતક રાજનીતિક ભુલ કરી હતી. તેમણે કહ્યું કે બાબરી મસ્જિદ પર ખતરો હોવાનો અંદાજ પહેલાથી જ હતી. પુર્વ નાણામંત્રીએ કહ્યું કે આ ઘટનાને માત્ર નિર્ણયની ભુલ ગણાવીને તારવી નાખવામાં ન આવવો જોઇએ. તેમણે કહ્યું કે ઘટનાના પરિણામ સ્વરૂપ તત્કાલીન વડાપ્રધાન રાવે પાર્ટીનાં કાર્યકર્તાઓમાં વિશ્વાસ ગુમાવી દીધો.

ચિદંબરમે મુંબઇમાં યોજાયેલા ટાટા લિટરેચર ફેસ્ટિવલનાં પેનલ ડિસ્કશન દરમિયાન નિવેદન આપ્યું હતું. નરસિમ્હા રાવ ધ ફોરગોટન હીરો વિષય પર બોલતા ચિદંબરમે કહ્યું કે કેટલાક લોકોએ રાવને ચેતવણી આપી હતી કે મસ્જિદ ખતરામાં છે. અમારી સરકારે નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે કોઇ પણ પરિસ્થિતીમાં અમે મસ્જીદ પાડવામાં આવે તેની વિરુદ્ધ છીએ. જો જરૂર પડશે તો અમે આર્મી અને અર્ધસૈનિક દળો પણ ગોઠવીશું. તેમણે કહ્યું કે મસ્જીદને ખતરો અચાનક નહોતો આવી પડ્યો. ન તો કારસેવકોએ સ્વયં કાર્યવાહી કરી હતી.

ચિદંબરમે કહ્યું કે, રામેશ્વરથી પત્થર લવાઇ રહ્યા હતા અને તે ટ્રેન યાત્રા કરી રહ્યા હતા. સમગ્ર ટ્રેનને બુક કરવામાં આવી હતી. હરકોઇ જાણતું હતું કે લાખો લોકો એકત્ર થઇ જશે. બાબરી મસ્જીદને અસલી ખતરો હતો, જે ત્યાં 1987-88થી હતી. રાવે ત્યાં અર્ધસૈનિક દળોને વધારવાની જરૂર હતી. આ કેન્દ્રની એક ગંભીર રાજનૈતિક ભુલ હતી. જેના વિનાશકારી પરિણામો દેશે ભોગવ્યા હતા.

You might also like