શ્રીનગરમાં મસ્જિદ બહાર પોલીસ પર આતંકી હુમલાઃ એક જવાન શહીદ

શ્રીનગરઃ શ્રીનગરના હૈદરપુરામાં જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો પર આતંકીઓએ કરેલા હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયો છે. આ ઘટના ગુરુવારે રાત્રે ૯.૩૦ વાગ્યાની છે. શ્રીનગરના હૈદરપુરા વિસ્તારમાં નમાજ બાદ પોલીસના આ જવાનો પર હુમલો થયો હતો. આ બંને જવાનો મસ્જિદની બહાર તહેનાત હતા. આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ સજ્જાદ અહમદ શહીદ થયા છે. આ હુમલામાં બે પોલીસકર્મીઓ ઘાયલ પણ થાય હતા. નમાજ બાદ પોલીસના જવાનો મસ્જિદની બહાર નાઈટ ડ઼્યૂટી માટે તહેનાત હતા. આ દરમિયાન એક ચાલતી કારમાંથી જવાનો પર ફાયરિંગ થયું હતું. ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારમાં ફારે અફરાતફરી મચી ગઈ હતી.

એવું કહેવાય છે કે આ હુમલો થયો ત્યારે લોકો મસ્જિદની બહાર નીકળી રહ્યા હતા. હુમલા બાદ ઘટના સ્થળે પોલીસના વધારાનાં દળો સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાર બાદ પોલીસે પણ હવામાં ફાયરિંગ કર્યું હતું. પોલીસને શક હતો કે હુમલાખોરો આસપાસના વિસ્તારોમાં છે અને તેથી તેની ખાતરી કરવા તેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું. ઘાયલ પોલીસ કોન્સ્ટેબલ સજ્જાદ અહમદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે વહેલી પરોઢિયે તેમનું મોત થયું હતું.

આ હુમલાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પોલીસ જવાનો ભાગતા નજરે પડે છે. એવું કહેવાય છે કે કોઈ સામાન્ય નાગરિકે વીડિયો તૈયાર કર્યો હતો. વીડિયોમાં ફાયરિંગના અવાજ પણ સંભળાય છે. દરમિયાન હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકીએ એવું નિવેદન જારી કર્યું છે કે હજુ પણ હુમલાઓ ચાલુ રહેશે.

કુલગામમાં આતંકીઓએ પોલીસના ઘરમાં ઘૂસીને ગોળી મારી દીધી
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓએ એક પોલીસકર્મીની હત્યા કરી હતી. પોલીસકર્મી શબ્બીર અહમદ જ્યારે ઘરે હતા ત્યારે આતંકીઓ તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પર ફાયરિંગ કર્યું હતું. શબ્બીર અહમદને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પાછળથી તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

હુમલા જારી રહેશે: હિઝબુલ કમાન્ડરનો વીડિયો
હિઝબુલના ડિવિઝનલ કમાન્ડર યાસિન યાતુ ઉર્ફે ગઝનવીએ એક વીડિયો જારી કરીને કાશ્મીર ખીણના પોલીસકર્મીઓને ધમકી આપતાં જણાવ્યું હતું કે સુરક્ષા દળો પર હજુ પણ આવા હુમલા જારી રહેશે. ગઝનવીએ પથ્થરમારો કરતા વિદ્યાર્થીઓની પ્રશંસા કરી છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે તમારી પાસે જે પણ શસ્ત્ર હોય તેનાથી ભારત વિરુદ્ધ જંગ શરૂ કરી દો.
http://sambhaavnews.com/

You might also like