થાણે જાસૂસી કાંડમાં જેકી શ્રોફની પત્ની આયેશાનું કનેકશન ખૂલ્યું

મુંબઇ, બુધવાર
અભિનેતા નવાજુદ્દીન સિદ્દિકી બાદ હવે બોલિવૂડની એક મોટી હસ્તીનું નામ જાસૂસી કેસમાં બહાર આવી રહ્યું છે. આ નામ છે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફના પત્ની અને યુવા અભિનેતા ટાઇગર શ્રોફના માતા આયેશા શ્રોફનું.

થાણે જાસૂસી કાંડમાં રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે અને હવે તેમાં બોલિવૂડનું કનેકશન પણ બહાર આવી રહ્યું છે. આ કાંડમાં ધરપકડ કરાયેલ વકીલ રિઝવાનની પૂછપરછ અને તપાસ પરથી એવું બહાર આવ્યું છે કે જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ એક વખત તેમની પ્રોફેશનલ પાર્ટનર હતી. આયેશા શ્રોફે વકીલ રિઝવાન દ્વારા અભિનેતા સાહિલખાનના કોલ ડેટાનો રેકોર્ડ કઢાવ્યો હતો, એવી માહિતી થાણે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કમિશનર અભિષેક ત્રિમુખે આપી હતી.

આયેશા શ્રોફ પર એવો આરોપ છે કે તેેણે ગેરકાયદે સાહિલખાનની જાસૂસી માટે કોલ ડેટા રેકોર્ડ (સીડીઆર) કઢાવ્યો હતો. સાહિલખાને ર૦૦૧માં સ્ટાઇલ ફિલ્મ સાથે એન્ટ્રી મારી હતી. જોકે ન તો આ ફિલ્મ ચાલી હતી કે ન તો સાહિલની એક્ટિંગ વખાણાઇ હતી, પરંતુુ આજ કાલ સાહિલનું નામ બોડી બિલ્ડિંગમાં આગળ પડતું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાસૂસી કાંડમાં હવે આયેશા શ્રોફની પૂૂછપરછ થઇ શકે છે. આ જાસૂસી કાંડમાં અત્યાર સુધી વકીલ રિઝવાન સિદ્દિકી સહિત ૧ર આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે.

રિઝવાન પર એવો આરોપ છે કે તેણે અભિનેતા નવાજુદ્દીન સિદ્દિકી પત્નીનો કોલ ડેટા રિપોર્ટ મેગ્નેમ ડિટેક્ટિવ એજન્સી પાસેથી કઢાવ્યો હતો જે ગેરકાયદે છે. રિઝવાનની તપાસમાં એક મોટું નામ અભિનેત્રી કંગના રાણાવતનું પણ સામે આવ્યું છે.

આયેશા શ્રોફ ઉંમરમાં સાહિલથી લગભગ ૧૭ વર્ષ મોટી છે. થોડા મહિના પહેલાં આયેશા અને સાહિલ વચ્ચે અફેરના સમાચાર આવ્યા હતા. સાહિલે આયેશા સાથે કેટલાક અંતરંગ ફોટોગ્રાફ જાહેર કર્યા હતા.

You might also like