પોલીસના નામે ટેક્સી ડ્રાઈવર પાસેથી લાંચ લેતા બે ઝડપાયા

અમદાવાદ: પોલીસની હેરાનગતિથી બચાવવા પોલીસના નામે તોડ કરી ટેક્સી ચાલક પાસેથી લાંચ લેતા બે શખસને એસીબીએ નંદાસણ નજીકથી ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે કડીથી ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ચાલતી ટેક્સીઓ પાસેથી પોલીસના નામે બે શખસ પૈસા પડાવે છે તેવી બાતમી ગાંધીનગર લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોને મળતી હતી. અા બાતમીના અાધારે પોલીસે કડી-નંદાસણ ચોકડી પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં એક ટેક્સીચાલક પાસેથી રૂપિયા ૭૦૦ની લાંચ લેતા કડીના રહીશ અકબર જાનમોહમ્મદ ચૌહાણ અને યુસુફ મિયાંભાઈ મલિક નામના બે વચેટિયાને ઝડપી લીધા હતા. અા બંને શખસ જુદા જુદા ટેક્સીચાલકો પાસેથી પોલીસની હેરાનગતિ નહીં થાય તેવું કહી પૈસા પડાવતા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી અા અંગે ગુનો દાખલ કર્યો છે. પોલીસે અા ઘટનાનું ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું.

You might also like