ગાયોને બચાવવા ગયેલી પોલીસ પર લોકોએ કર્યો પથ્થરમારો

ગોધરા: ગોધરામાં ગોક્ષી માટે લાવવામાં આવેલી ગાયોને બચાવવા માટે જ્યારે પોલીસ ટીમ ત્યાં પહોંચી ત્યારે ભીડમાં લોકોએ પથ્થરમારો કર્યો. લોકો એટલી હદે બેકાબૂ થઇ ગયા હતા કે એ લોકાને કાબૂ કરવા માટે પોલીસે આંસૂ ગેસના ગોળા છોડવા પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર ગોધરા પોલીસને સૂચના મળી હતી કે આ વિસ્તારની એક જગ્યામાં ગાયોને ગોકક્ષી માટે રાખવામાં આવી છે.
પોલીસ ત્યાં પહોંચી તો જોવા મળ્યું કે ઘણી બધી ગાયોને ત્યાં બાંધીને રાખી છે. ત્યારબાદ લોકોની ભીડ ત્યાં જમા થવા લાગી.

પોલીસ કોઇ પગલું ભરે એ પહેલા ત્યાંની ભીડે પોલીસ પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું. પોલીસની ટીમે પોતાને બચાવવા માટે
ઉપદ્રવિઓને ફટાફટ ઘેરી લીધા. ભીડને છૂટી પાડવા માટે 18 રાઉન્ડ આંસૂ ગેસના ગોળા છોડવા પડ્યા હતા.

જો કે પરિસ્થિતિ કાબમાં આવતાં જ પોલીસે 49 ગાયોને પકડી અને એમને ગૌશાળા મોકલાઇ. જો કે આ બાબતે એ વિસ્તારની પોલીસે
FIR દાખલ કરી લીધી છે. કેસની તપાસ ચાલી રહી છે.

http://sambhaavnews.com/

You might also like