ઢોંગીબાબા પરમાનંદ પર ગેંગસ્ટર એક્ટ લગાવીને સંપત્તિ જપ્ત કરાશે

નવી દિલ્હી : યૂપીનાં બારાબંકીનાં અય્યાશ બાબા પરમાનંદની મુશ્કેલીઓ વધી શકે છે. પોલીસે બાબા પર એકવાર ફરીથી ગાળીયો કસવા માટેની તૈયારીઓ ચાલુ કરી છે. તેની વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. જેથી પોલીસે તેની વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ લગાવીને સંપત્તિ જપ્ત કરવાની તૈયારી ચાલુ કરી છે. બારાબંકી પોલીસ અધીક્ષક અબ્દુલ હામીદે જણાવ્યું કે રામશંકર તિવારી ઉર્ફે બાબા પરમાનંદની વિરુદ્ધ 15 દિવસની અંદર ત્રણથી વધારે કેસ દાખલ થયા છે. પહેલાથી જ નવ કેસ દાખલ હતા. જેમાં લૂંટ,હત્યાનો પ્રયાસ અને ફ્રોડ જેવા કેસનો સમાવેશ થાય છે.
બાબા વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરતા સંપત્તિ જપ્ત કરવામાં આવશે. જણાવતા જઇએ કે ભગવા ચોલાની આડમાં પુજા પાઠ અને સંતાન પ્રાપ્તિની પુજાનાં નામે મહિલાઓનું શોષણ કરનાર પાખંડી બાબા હવે જેલમાં છે. કેટલાક સમયથી પોલીસ તેને શોધી રહી હતી. પોતાની કરતુતોનો ભાંડો ફુટી ગયા બાદ આશ્રમ છોડીને ચેલાઓ સહિત મહિલાઓનું યૌન શોષણ કરી રહ્યો હતો. જેનાં કારણે પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસનાં અનુસાર પાખંડી બાબા મહિલાઓનું શોષણ કરીને તેનો એમએમએસ બનાવતો. પોતાનાં કોમ્પ્યુટરમાં તે વીડિયો સેવ રાખતો હતો. ત્યાર બાદ તે વીડિયો દ્વારા મહિલાને બ્લેકમેલ કરીને વારંવાર બોલાવતો રહેતો. જો કે એક દિવસ કોમ્પ્યુટર ખરાબ થતા તેને બહાર રિપેરિંગ માટે મોકલવામાં આવ્યું હતું. એન્જિનિયરે જ્યારે બાબાનાં કોમ્પ્યુટરમાં જોયું તો બાબાની લીલાથી હાર્ડડિસ્ક ચિક્કાર ભરેલી હતી. તેણે જાગૃતતા દાખવીને આ વીડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેથી હોબાળો થતા પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી અને બાબાનો ભાંડો ફુટ્યો હતો.

You might also like