પોલીસ સ્ટેશનમાં સિગારેટ પીતા ટ્રાફિક પીઅાઈનો ફોટો વાઈરલ

અમદાવાદ: કોઇપણ જાહેર સ્થળ ઉપર સીગારેટ પીવી તે ગુનો બને છે પોલીસ જાહેર સ્થળ ઉપર સીગારેટ પીનાર આવા વ્યકિત સામે ગુનો દાખલ કરીને ૧૦૦ રૂપિયા દંડ ફટકારે છે. પંરતુ અમદાવાદના ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વેજલપુર પોલીસ સ્ટેશનમાં સીગારેટ પીતા હોવાનો ફોટો વાયરલ થતા પોલીસ તંત્રમાં ચર્ચા જાગી છે.

તાજેતરમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.બી.વાણદનો એક રાહદારીને ધક્કા મારતો વિડીયો વાયરલ થયો હતો તે રાહદારીનો ગુનો તેટલોજ હતો કે તે જાહેર સ્થળ ઉપર સીગારેટ પીતો હતો અને તેને દંડ કરવામાં આવ્યો હતો જે મુદ્દે પોલીસ સ્ટેશનમાં રાહદારી અને પીઆઇ વચ્ચે માથાકુટ થઇ હતી. હવે અા જ પોલીસ સ્ટેશનના પરિસરમાં આવેલા ટ્રાફિક એમ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.જી. વાઘેલા પોલીસ સ્ટેશનમાં સીગારેટ પીતા હોવાનો ફોટો વાયરલ થયો છે.

પોલીસ મેન્યુઅલ પ્રામાણે પોલીસ ઇન્સપેક્ટર ડી.જી.વાધેલા વિરુદ્ધમાં ગેરશિસ્ત તથા જાહેરમાં ધુમ્રપાન કરવા બદલ કાર્યવાહી થઇ શકે છે આ મુદ્દે ટ્રાફિક વિભાગ જેસીપી હરિકૃષ્ણ પટેલે જણાવ્યું છે કે પોલીસ સ્ટેશન જાહેર સ્થળ છે અને જાહેરમાં સીગારેટ પીવી તે ગુનો બનતો હોવાથી વાઘેલા વિરુદ્ધમાં કાર્યવાહી કરીને ૧૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

You might also like