પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં અાગ લાગતાં આઠ કાર ખાખ

અમદાવાદ: સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં અાગ લાગતાં આઠ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં બનતા ગુનાઓમાં વપરાયેલાં વાહનો પોલીસે કબજે લઈ પાર્કિંગમાં રાખ્યાં હતાં. અા વાહનોમાં કાર, બાઈક અને રિક્ષા હતી. દરમિયાનમાં મોડી રાતે પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં જ અચાનક અાગ લાગતાં આઠ કાર બળીને ખાખ થઈ ગઈ હતી જ્યારે અન્ય વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ તાબડતોબ અાવી પહોંચી પાણીનો મારો ચલાવી અાગને અંકુશમાં લીધી હતી. અાગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સદ્નસીબે અાગ પ્રસરતાં પહેલાં જ કાબૂમાં લઈ લેવાતાં મોટું નુકસાન થતાં ટળી ગયું છે. અા ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.
http://sambhaavnews.com/

You might also like