રૂસમાં આત્મઘાતી હુમલો, સ્ટાવરોપોલમાં ત્રણ બ્લાસ્ટ

મોસ્કો: રૂસના સ્ટાવરોપોલમાં સ્થિત પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે. સ્ટાવરોપોલ વિસ્તાર દક્ષિણ રૂસ સ્થિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ આત્મઘાતી હુમલાવરોએ હુમલો કર્યો છે.

જો કે હજુ સુધી પોલીસે આ હુમલા સાથે સંકળાયેલી કોઇ જાણકારી શેર કરી નથી. ન તો હજુ સુધી આ હુમલામાં કોઇ જાનહાનિ થયાના સમાચાર મળ્યા છે.

રશિયાની ન્યૂઝ એજન્સીના અનુસાર ત્રણ આત્મઘાતી હુમલાવરોએ આ હુમલામાં ઓછામાં ઓછા પાંચ વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કર્યો છે. આ હુમલામાં બધા હુમલાવરો પણ મોતને ભેટ્યા છે. એક અન્ય ન્યૂઝ એજન્સી ઇન્ટરફેક્સનું પણ કહેવું છે કે ત્રણ હુમલાવર જ આ હુમલામાં મૃત્યું પામ્યા છે.

You might also like