સુરતનાં વરાછા અને બામરોલીમાં પોલીસના દરોડાઃ 23 જુગારિયા ઝડપાયા

અમદાવાદ: રાજ્યમાં શ્રાવણિયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે આવા શ્રાવણિયા જુગાર રમતા લોકો પર પોલીસની ઘોંસ પણ વધી છે.

ગઇકાલે સુરતમાં વરાછા પોલીસે અને પાંડેસરા પોલીસે બામરોલી વિસ્તારમાં દરોડા પાડી જુગાર રમતા કુલ ર૩ શખસોને ઝડપી લીધા છે. જ્યારે સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડી ૧પ જેટલા જુગારિયાની રૂ. છ લાખની રોકડ રકમ સાથે ધરપકડ કરી મળતી માહિતિ અનુસાર બામરોલી ખાતે લુમ્સના કારખાનામાં જુગાર રમતા સાત લોકોને ઝડપી લીધા છે.

પોલીસે કાર, મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ.૧૯.પ૦ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે. જ્યારે વરાછા પોલીસે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી ૧૬ જુગારીઓને ઝડપી લીધા હતા.

જામનગરના પટેલ વાડીમાં આવેલી એક કલબ પર ગઇકાલે સાંજે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડી જુગાર રમતા ર૮ જુગારિયાને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પાસેથી રૂ.૬.૩ર લાખની રોકડ રકમ કબજે કરી હતી.

You might also like